Home /News /gujarat /

રાહુલજી અને કેજરીવાલ ગુજરાતમાં અશાંતિ ફેલાવી રાજકિય લાભ લેવા માગે છેઃભાજપ

બોટાદઃ ઉનાના સમઢીયાળા ગામે થયેલ દલિત કાંડ મામલે પીડિતાને દિલાસો આપવા આવતા રાજકીય પક્ષોના નેતાઓ ગુજરાતમાં આવી ફકત ફોટો સેશન કરી ગુજરાતની પ્રજા ને ગુમરાહ કરી નાટક કરે છે તેમ ગઢડામા અક્ષર પુરુષોત્તમ મંદિરમાં ચાલતી ભાજપની પ્રશિક્ષણ શીબીરમા આવેલા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા અને આઈ કે જાડેજાએ મીડિયા ને જણાવ્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
બોટાદઃ ઉનાના સમઢીયાળા ગામે થયેલ દલિત કાંડ મામલે પીડિતાને દિલાસો આપવા આવતા રાજકીય પક્ષોના નેતાઓ ગુજરાતમાં આવી ફકત ફોટો સેશન કરી ગુજરાતની પ્રજા ને ગુમરાહ કરી નાટક કરે છે તેમ ગઢડામા અક્ષર પુરુષોત્તમ મંદિરમાં ચાલતી ભાજપની પ્રશિક્ષણ શીબીરમા આવેલા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા અને આઈ કે જાડેજાએ મીડિયા ને જણાવ્યું હતું.

બોટાદ જિલ્લા ના ગઢડામા આવેલ અક્ષર પુરુષોત્તમ મંદિર ખાતે ભાવનગર શહેર ભાજપની પ્રશિક્ષણ શીબીર ચાલી રહી છે. જેમા આજે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા અને આઈ.કે.જાડેજા શીબીરમા ભાગ લેવા આવ્યા હતા ત્યારે ઉનામાં થયેલ દલીત કાંડ મામલે જણાવેલકે રાહુલજી અને કેજરીવાલ બંને પીડિતાની મુલાકાતે આવ્યા હતા તે ફકત દેખાવો અને નાટક હતા.

તેઓ ખોટો રાજકીય લાભ લેવા માટેની તેણે મુલાકાત લીધી હતી. તેમજ રાજકોટ હોસ્પિટલ મા જે મહિલાને માતા તરીકે મળી દિલાસો આપ્યો હતો તે મહિલા પીડિતો ના સગા ન હતો તેવુ રાજકોટના એક અખબારે પણ જણાવ્યું છે. જેથી રાજયની ભાજપની સરકારે પીડિતાને તમામ પ્રકારની મદદ કરી છે અને ગુજરાતમાં શાંતિ રહે તેવુ ઈચ્છે તો રાહુલજી અને કેજરીવાલ ગુજરાતમાં અશાંતિ ફેલાવાની કામ કરે છે તેમ મીડિયાને જણાવ્યું હતું.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, ભરત પંડ્યા, ભાજપ, રાહુલ ગાંધી

આગામી સમાચાર