Home /News /gujarat /

'સ્વાર્થનું ગઠબંધન તૂટ્યું' જમ્મુ-કાશ્મીર મુદ્દે ગુજરાત કોંગ્રેસ અને હાર્દિક પટેલના પ્રહાર

'સ્વાર્થનું ગઠબંધન તૂટ્યું' જમ્મુ-કાશ્મીર મુદ્દે ગુજરાત કોંગ્રેસ અને હાર્દિક પટેલના પ્રહાર

    જમ્મુ કાશ્મીરમાં ભારત અને પીડીપીએ મારીતોડીથી સરકાર રચી હતી, હવે ગઠબંધનમાં ભંગાણ થતાં બંને પક્ષો આમને સામને આવી ગયા છે, જમ્મુ કાશ્મીરમાં ગઠબંધન તૂટી જતાં ગુજરાત કોંગ્રેસે ભાજપને આડેહાથ લીધી હતી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપો કર્યા હતા.

    વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપ સત્તાની લાલચે સમગ્ર દેશમાં અનૈતિક ગઠબંધન કરી રહી છે, જમ્મુ કાશ્મીર તેનું પરિણામ છે. ભાજપની સરકાર ત્રણ વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરની જનતાને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. એટલું જ નહીં ધાનાણીએ વધુમાં કહ્યું કે 370ની કલમ દૂર કરવામાં ભાજપ નિષ્ફળ રહી છે, 2014ની લોકસભાની ચૂંટણી સમયે આપેલા વચનો પૂરા કરી શકી નથી, ભાજપ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં નિષ્ફળ રહી છે.



    તો પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ જમ્મુ કાશ્મીરમાં ગઠબંધન તૂટતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે કહ્યું કે નિર્દોષ જવાનો પર કેસ ચલાવનારી અને દોષિત પથ્થરબાજોને છોડી મૂકનારી BJP અને PDP હવે પોતાને ઇમાનદાર ગણાવવાનું કામ કરી રહી છે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને હવે અહેસાસ થયો કે તેઓ PDP સાથે રહ્યા તો 2019ની સાથે રહ્યાં તો 2019ની ચૂંટણીમાં મુશ્કેલી પડી શકે છે, ભાજપ અને પીડીપીના રાજકારણમાં આપણા જવાનો શહીદ થયા.





    તો અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું કે આજે સ્વાર્થનું ગઠબંધન તૂટ્યું છે, ભાજપ અને પીડીપીએ સ્વર્ગને હણી નાખ્યું છે, અમિત ચાવડાએ રાજ્યમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામને લઇને ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે ફરી એકવાર પંચાયતો પર કોંગ્રેસનો વિજય થયો છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Amit Chavda, Paresh dhanali, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन