Home /News /gujarat /

ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાશે! બી.કે. હરિપ્રસાદને સોંપાઈ શકે છે જવાબદારી

ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાશે! બી.કે. હરિપ્રસાદને સોંપાઈ શકે છે જવાબદારી

બી.કે.હરિપ્રસાદને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવે તેવી સંભાવના

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારીમાં ફેરફાર થશે

    પ્રણવ પટેલ, અમદાવાદ

    લોકસભા-2019ની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે દરેક પાર્ટીએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આવા સમયે ગુજરાત કોંગ્રેસ માટે પ્રભારી બદલવાની અટકળો શરુ થઈ ગઈ છે. કોંગ્રેસના જાણકાર સુત્રોના મતે ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને બદલવામાં આવે તેવી સંભાવના છે. તેમના સ્થાને બી.કે.હરિપ્રસાદને જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે.

    સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારીમાં ફેરફાર થશે. રાજીવ સાતવ મહારાષ્ટ્રથી લોકસભાની ચૂંટણી લડવાના છે. તેથી તેમના સ્થાને બી.કે.હરિપ્રસાદને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવે તેવી સંભાવના છે.

    જરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને બદલવામાં આવે તેવી સંભાવના


    આ પણ વાંચો - રાજ્ય સરકારના કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

    બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસના પ્રભારીઓમાં ફેરફાર કરવામાં આવશે. એક શક્યતા એવી પણ છે કે રાજીવ સાતવને ગુજરાતના બદલે મધ્ય પ્રદેશના પ્રભાવી બનાવી શકાય છે. સાતવના સ્થાને ગુજરાતમાં બી.કે.હરિપ્રસાદ કોંગ્રેસના પ્રભારી બનાવાય તેવી સંભાવના છે. બી.કે.હરિપ્રસાદ રાજ્યસભાના સાંસદ છે અને કોંગ્રેસના મહામંત્રી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: કોંગ્રેસ, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ

    આગામી સમાચાર