Home /News /gujarat /'સરકાર ખેડૂતોને પાકવીમો અને ટેકાના ભાવ આપવામાં નિષ્ફળ રહી' : હાર્દિક પટેલ
'સરકાર ખેડૂતોને પાકવીમો અને ટેકાના ભાવ આપવામાં નિષ્ફળ રહી' : હાર્દિક પટેલ
હાર્દિક પટેલની ફાઇલ તસવીર
હાર્દિકે ભાજપ પર વધુ પ્રહાર કરતા જણાવ્યુ કે, 'ભાજપના કેટલાક નેતાઓ આને ઐતિહાસિક નિર્ણય કહે છે, કાયદો લાગુ કરો તો પણ ઐતિહાસિક નિર્ણય પાછો ખેંચો તો પણ ઔતિહાસિક નિર્ણય આવું કઇ રીતે
અમદાવાદ: આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. ત્યારથી જ અપક્ષના નેતાઓ આ નિર્ણય માટે વિવિધ જાતના રિએક્શન આપી રહી છે. તેમા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ સરકારને આડે હાથે લીધી છે. હાર્દિક પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ છે કે, 'તમારી આટલી મોટી સરકાર તો પણ તમે ખેડૂતોને સમજાવી ન શક્યા? સાચી હકીકત હોય તો કેમ સમજાવી ન શક્યા.'
હુલજીએ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ કહ્યુ હતુ કે, તમારે કાયદા પાછા લેવા જ પડશે.'
'રાહુલજીએ પહેલા જ કહ્યુ હતુ કે, તમારે કાયદા પાછા લેવા પડશે.'
ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યુ કે, 'બાર મહિના બાદ લેવામાં આવેલો આ નિર્ણય છે, ખેડૂતો માટેના આ નિર્ણયનું સ્વાગત કરી એ છીએ. ખેડૂતો હંમેશા એક વાત કહેતા હતા કે, અમને ટેકાનો ભાવ જોઇએ છે, પાકવીમો અને એપીએમસીમાં અમારો માલ સુરક્ષિત રીતે વેચાય તેની ગેરંટી જોઇએ છે. સરકાર ખેડૂતોને આ આપવામાં નિષ્ફળ રહી. અચાનક વડાપ્રધાન આવે અને એવું કહી દે કે, અમારી ભૂલ થઇ છે, અમે જે કાયદા તમને આપ્યાએ તમારા સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા, કદાચ અમારી કોઇ ખામી રહી હશે. હાર્દિકે વધુમાં કહ્યુ કે, તમારી આટલી મોટી સરકાર તો પણ તમે ખેડૂતોને સમજાવી ન શક્યા? સાચી હકીકત હોય તો કેમ સમજાવી ન શક્યા. એનો મતલબ તમારા કાળા કાયદામાં કાંઇક ખામી હતી. અમે , રાહુલજીએ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ કહ્યુ હતુ કે, તમારે કાયદા પાછા લેવા જ પડશે.'
'ભાજપે કોઇનું સજેશન લીધુ નથી'
આ ઉપરાંત હાર્દિકે જણાવ્યુ કે, 'તમે ક્યારેય વિપક્ષને પૂછ્યું કે, અમે આવા કાયદા લાવી રહ્યા છીએ તો તમારું સજેશન હોય તો આપજો, સરકારે સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને નથી પૂછ્યું કે નથી રાજ્યની સરકારોને પૂછ્યું, કે નથી સ્વામી નાથનના રિપોર્ટના કાયદાઓને સમજ્યા. આજે સ્વામીનાથનના કાયદોઓને લાગૂ કરવાની જરૂર છે.'
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર પ્રતિક્રિયા... pic.twitter.com/Ytm4zJYBSl
હાર્દિકે ભાજપ પર વધુ પ્રહાર કરતા જણાવ્યુ કે, 'ભાજપના કેટલાક નેતાઓ આને ઐતિહાસિક નિર્ણય કહે છે, કાયદો લાગુ કરો તો પણ ઐતિહાસિક નિર્ણય પાછો ખેંચો તો પણ ઔતિહાસિક નિર્ણય આવું કઇ રીતે. ગુજરાતમાં ખેડૂતોને સુખી અને સ્મૃદ્ધ કરવા હોય તો પાકવીમા અને ટેકાના ભાવ અંગે ગેરંટી બનાવે.'
હાર્દિક પટેલે આ અંગે સવારે પણ સોશિયલ મીડિયામાં જણાવ્યુ હતુ કે, 'આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે.' આ સાથે આપના ઇશુદાન ગઢવીએ પણ કહ્યું કે, 'હું તમામ ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું. જેમણે સતત આ અહંકારી સરકાર સામે પોતાનું આંદોલન ચાલુ રાખી પોતાના હિત માટે લડ્યાં.'