Home /News /gujarat /

કોંગ્રેસની જીત પાછળ 4 ગુજરાતીઓનો સિંહફાળો, સંભાળી મહત્વની જવાબદારી

કોંગ્રેસની જીત પાછળ 4 ગુજરાતીઓનો સિંહફાળો, સંભાળી મહત્વની જવાબદારી

  પ્રણવ પટેલ, અમદાવાદ

  તો લોકસભાની ચૂંટણી પહેલા દેશના પાંચ મહત્વના રાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું છે. જે કોંગ્રેસ માટે આશાના કિરણ સમાન છે, તો ભાજપ માટે ઉદાહરણ માનવામાં આવી રહ્યા છે. પાંચમાંથી રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તારૂઢ થવા જઇ રહી છે. ભાજપના કોંગ્રેસમુક્ત ભારતનું સપનું તૂટી ગયું છે. દેશભરના કોંગ્રેસ નેતાઓથી લઇને કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યાં છે, પરંતુ એક વાત એવી પણ છે જે તમારે કદાચ જાણવી જોઇએ. આ વાત છે કોંગ્રેસની જીતમાં ગુજરાતી આગેવાનોએ મહત્વનો રોલ નિભાવ્યો છે. આવો જાણીએ કોણ કોણ છે આ આગેવાન.

  અહીં ક્લિક કરી જાણો પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામની તમામ માહિતી

  વાત કરીએ રાષ્ટ્રીય રાજકારણની તો ગુજરાતમાં ગત વિધાનસભામાં ભલે કોંગ્રેસ સત્તા પર ન આવી શકી પરંતુ બેઠી જરૂર થઇ હતી. તો પાડોશી રાજ્ય રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. કોંગ્રેસને દેશમાં ફરી બેઠી કરવા પાછળ કેટલાક ગુજરાતીઓએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેમાં સૌપ્રથમ વાત કરીએ મધ્યપ્રદેશની તો, મધ્યપ્રદેશના પ્રભારી તરીકે ગુજરાતી દિપક બાબરિયાએ જવાબદારી સંભાળી હતી. તો મધ્યપ્રદેશમાં સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન તરીકે મધુસુદન મિસ્ત્રીની નિયુક્તિ કરાઇ હતી. આ સિવાય રાજસ્થાન માઇનોરિટી સેલના ચેરમેન તરીકે ગુજરાતના બદરુદ્દીન શેખને જવાબદારી સોંપવામાં આવી હતી.

  આ પણ વાંચો બિકીની અવતારમાં જોવા મળી આ એકટ્રેસ

  તો ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને તમામ પાંચેય રાજ્યની ચૂંટણીના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. ભલે ગુજરાતમાં કોંગ્રેસને જીત માટે હાથવેંત છેટું રહ્યું હોય પરંતુ ફરી સાબિત થયું છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ જરૂર પડ્યે પાર્ટી પ્રત્યે મહત્વનો રોલ નિભાવી શકે છે. હવે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાતના નેતાઓ હાઇકમાન્ડમાં યોગદાન આપી શકે છે. તો ભાજપની જેમ કેન્દ્રમાં મોટું પદ મેળવી શકે તો નવાઇ નહીં.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Election in India, અહેમદ પટેલ, ગુજરાત કોંગ્રેસ, પીએમ મોદી, રાહુલ ગાંધી

  આગામી સમાચાર