Home /News /gujarat /રાજ્યસભાની ચૂંટણીમાં અલગ-અલગ મતદાનનો નિર્ણય અયોગ્ય: મોઢવાડીયા

રાજ્યસભાની ચૂંટણીમાં અલગ-અલગ મતદાનનો નિર્ણય અયોગ્ય: મોઢવાડીયા

અર્જુન મોઢવાડિયા (ફાઇલ તસવીર)

તેમણે આજે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે, 'અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાયા, તે બંન્નેએ રાજ્યસભાની સીટ ખાલી કરી'

  મયુર માંકડિયા, અમદાવાદ : ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી પાંચમી જુલાઇના રોજ યોજાવાની જાહેરાત ચૂંટણીપંચે કરી છે. ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે.

  તેમણે આજે એક ટ્વિટ કરી જેમાં તેમણે લખ્યું છે કે, 'અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાયા, તે બંન્નેએ રાજ્યસભાની સીટ ખાલી કરી. કોંગ્રેસ પાસે એક બેઠક જીતવા માટે ધારાસભ્ય હતા. પરંતુ ભાજપે ચૂંટણીપંચ પર દબાણ કરી બંને બેઠક પર અલગ-અલગ મતદાન રખાવ્યું છે. અલગ અલગ મતદાનનો નિર્ણય અયોગ્ય છે. બંને બેઠક પર એકસાથે જ મતદાન થવું જોઈએ. અમે ચૂંટણી પંચના આ નિર્ણય સામે કાયદાકીય લડત આપીશું.  નોંધનીય છે કે રાજ્યસભાની ચૂંટણી ગયા વખતે રસપ્રદ રહી હતી. ગયા વખતે રાજ્યભાની 3 બેઠકો માટે જંગ થયો હતો. જેમાંથી એક કોંગ્રેસ અને બે ભાજપના ફાળે ગઈ હતી. ભાજપે ત્રણેય સીટ મેળવવા માટે અને કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. ચૂંટણી છેક સુધી રસાકસીભરી રહી હતી.

  ભાજપના અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. જ્યાં તેમની ગાંધીનગરથી વિક્રમી મતોથી જીત થઈ હતી અને હવે તેઓ દેશના ગૃહ મંત્રી છે. લોકસભા જીત્યા બાદ તેમણે રાજ્યસભાની બેઠક છોડી છે. બીજી બાજુ સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યાં છે. હાલ તેઓ મોદી સરાકરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે. તેમણે પણ ગુજરાતની રાજ્યસભા બેઠક છોડી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Arjun Modhwadia, કોંગ્રેસ, ગુજરાત, ચૂંટણી`, રાજ્યસભા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन