અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ (Arjun Modhvadia) કોંગ્રેસ કાર્યલાય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી . કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ આર્સેલર મિત્તલ-નિપોન સ્ટીલ (Arcelor Mittal Nippon Steel) કંપની પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, સરકારની મિલીભગતથી ૯૮૭૧.૭૪ કરોડની જમીન પર દબાણ કર્યું છે . સરકારના ક્યા મંત્રી અને અધિકારી મિઠી નજરથી કામ થયું તે તપાસ થવી જોઇએ.
કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયા પ્રેસ કરી જણાવ્યુ હતુ કે, હજીરા સુરત ખાતેની આર્સેલર મિત્તલ-નિપોન સ્ટીલ કંપનીએ કરેલું સરકારી જમીન ઉપરનું દબાણ હટાવવા અને પ્રદૂષણ ઉપર નિયંત્રણની કાર્યવાહી કરવાને બદલે ભાજપની ભ્રષ્ટાચારી ગુજરાત સરકાર પોતાના મળતીયા ઉદ્યોગ ગૃહ આર્સેલર મિત્તલ-નિપોન સ્ટીલ-AMNSને ૨૪ લાખ ૭૭ હજાર ચોરસ મીટર જમીન કાયદા કાનુનને નેવે મુકીને પાણીના ભાવે મુલ્યાંકન કરીને રૂ.૯,૬૮૧ કરોડનું કૌભાંડના દસ્તાવેજી પુરાવાઓ સાથે આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસ નેતા મોઢવાડિયાએ કહ્યું હતુ કે, ગરીબ માણસો ઝુંપડુ બાંધીને રહેતા હોય કે સરકારી જમીન ઉપર ૫૦-૧૦૦ વારનું રહેણાંક દબાણ હોય તો લેન્ડ ગ્રેબીંગ એક્ટ લગાવનારી ભાજપ સરકાર AMNS જેવા રાજ્યના સૌથી મોટા લેન્ડ ગ્રેબરને લાલ જાજમ પાથરીને નહીંવત કિંમતે દબાણ નિયમિત કરી દે છે . AMNS સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ લગાવવા અને સામાન્ય માણસોને જે ભાવે જમીન અપાઈ છે તે જ ભાવે જમીનનાં નાણાં AMNS પાસેથી વસુલો કરવા જોઇએ .. AMNSના સમગ્ર લેન્ડ ગ્રેબીંગ અને જમીન ફાળવણી કૌભાંડની હાઈકોર્ટના સીટીંગ જજ મારફતે તપાસ કરવી જોઇએ .
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર