Home /News /gujarat /

'મોદીના રાજમાં ગુજરાતને અન્યાય, પૈસા ફાળવવામાં કરી કંજૂસી'

'મોદીના રાજમાં ગુજરાતને અન્યાય, પૈસા ફાળવવામાં કરી કંજૂસી'

  કેન્દ્રમાં મોદી સરકારે ગુજરાતને પૈસા ફાળવવામાં કંજુસી કરી છે, આવું કહેવું છે કે ગુજરાત કોંગ્રેસનું. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું કે વર્ષ 2011થી 2014માં નાણા પંચ દ્વારા રાજયોને નાણાની ફાળવણી તેમજ ટેકસની વસુલાત થયે રાજયોને ડો. મનમોહન સિંઘના વડપણ હેઠળ યુપીએ સરકારે ગુજરાતને વધુ નાણા ફાળવણી કરી હતી. જયારે મોદી સરકારમાં રાજયને મળવાપાત્ર નાણા ફાળવણીમાં ૧૦ટકાનો ઘટાડો થયો છે તે હકીકત ઓગસ્ટ-૨૦૧૮ની લોકસભાની સત્તાવાર માહિતિ પુસ્તીકામાં ઉજાગર થઈ છે.

  અહીં ક્લિક કરી વાંચો મુંબઇ એરપોર્ટ પર એક-બીજાને કિસ કરતાં જોવા મળ્યા કિમ શર્મા અને હર્ષવર્ધન

  ગુજરાતને કેન્દ્ર સરકારના અન્યાયની બુમો પાડીને સત્તા મેળવનાર મોદી સરકારે ગુજરાતને કરેલા હળહળતા અન્યાય અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુમ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ડો. મનમોહન સિંઘના વડાપ્રધાન સમયના બારમા નાણા પંચના વર્ષ ૨૦૦૫-૦૬ થી ૨૦૦૯-૧૦ના પાંચ વર્ષ અને તેરમા નાણા પંચના ૨૦૧૦-૧૧ થી ૨૦૧૪-૧૫ના વર્ષ દરમ્યાન રાજયને ૧૨માં નાણા પંચના વર્ષમાં નાણાકીય ફાળવણીમાં ૧૨ટકાનો વધારો સ્પષ્ટ થાય છે જયારે તેરમાં નાણા પંચમાં વર્ષ ૨૦૧૦-૧૧માં ૭.૭૨ટકા, વર્ષ ૨૦૧૧-૧૨માં ૬.૬૯ટકા અને વર્ષ ૨૦૧૨-૧૩માં ૩.૫૧ટકાનો વધારો થયો છે. જયારે કેન્દ્રમાં યુપીએની સરખામણીમાં એનડીએ સરકારમાં ૧૪મા નાણા પંચ દ્વારા અપેક્ષિત ૭૮,૪૦,૨૯૧ લાખ કરોડની કરવેરાની આવક સામે ૨૦૧૫-૧૬થી ૨૦૧૮-૧૯ના વર્ષમાં રાજયોને ફાળવણી ૨૯,૧૩,૪૪૧ કરોડ રકમ ઘટીને ૨૫,૭૫,૨૯૧ એટલે કે ૧૧.૬૧ટકાનો ઘટાડો થયો છે.

  યુપીએ સરકાર દ્વારા ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલ કરવાની ચુસ્તતા સામે એનડીએની બંને સરકારોની ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલાતની શિથિલતા-નિષ્ફળતા સ્પષ્ટ થાય છે. હાલની એનડીએની ૧૪મા નાણા પંચના બજેટ એસ્ટીમેટના પાંચ વર્ષોની ગ્રોસ ટેકસ વસુલાત સરેરાશ દર વર્ષે રાજયોને ૧૦ટકા ઓછી ફાળવણી કરનાર મોદી સરકાર આર્થિક મોરચે સદ્દંતર નિષ્ફળ ગયાનું અને સાથોસાથ ગુજરાતને ઓછી નાણા ફાળવણી કરીને મોટો અન્યાય કર્યાનો ઘટસ્ફોટ લોકસભાના ઓગસ્ટ-૨૦૧૮ના બુલેટીનમાં થયો છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: ગુજરાત કોંગ્રેસ

  આગામી સમાચાર