Home /News /gujarat /

Gujarat CM Vijay Rupani Resignation letter- પાર્ટી જે કામ સોંપશે તે કરતો રહીશ: વિજય રૂપાણીનો રાજીનામા પત્ર

Gujarat CM Vijay Rupani Resignation letter- પાર્ટી જે કામ સોંપશે તે કરતો રહીશ: વિજય રૂપાણીનો રાજીનામા પત્ર

વિજય રૂપાણીનું રાજીનામું (ફાઇલ તસવીર)

Vijay Rupani resignation letter: મુખ્યમંત્રી તરીકેની ફરજ નિભાવ્યા બાદ હવે મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું અપીને પાર્ટીના સંગઠનમાં નવી ઉર્જા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

  ગાંધીનગર: છેલ્લા ઘણા દિવસોથી જે ચર્ચા ચાલતી હતી તેના પર પૂર્ણ વિરામ મૂકાયું છે. આજે 11 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું (Vijay Rupani resign) આપી દીધું છે. રાજ્યપાલ (Governor of Gujarat)ને મળીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)અને મંત્રીગણના તમામ સભ્યો હાજર હતા. તેમણે રાજીનામું આપતા કહ્યુ છે કે તેઓ પાર્ટી સોંપે તે કામ કરતા રહેશે. આ સાથે જ તેમણે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)નો આભાર માન્યો હતો. રાજ્યપાલને મળીને બહાર આવેલા વિજય રૂપાણીને જ્યારે પ્રશ્ન પૂછાયો કે તેમણે રાજીનામું અપ્યું છે કે લઈ લેવાયું છે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "મેં રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે તે પોતાના કાર્યકર્તાને નવી નવી જવાબદારી સોંપે છે. હવે મારી જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવશે. હું પક્ષ કહેશે તેે કામ કરતો રહીશ."

  રાજીનામું આપતા શું કહ્યુ?

  વિજય રૂપાણીએ મીડિયા સામે હિન્દીમાં રાજીનામાની સ્પીચ આપી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, મારા જેવા એક પાર્ટીના કાર્યકરને મુખ્યમંત્રી પદની જવાબદારી આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું છે. વડાપ્રદાનના નેતૃત્વ તેમજ માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસના નવા આયામો સર કર્યાં. ગુજરાતની વિકાસ યાત્રામાં યોગદાન આપવા માટે મને પાંચ વર્ષ મળ્યાં તેના બદલ હું પીએમ મોદીજીનો આભાર વ્યક્ત કરું છું. "

  હવે હું માનું છું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસયાત્રા કોઈ નવા નેતૃત્વ સાથે આગળ વધવી જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને હું ગુજરાતના મુખ્યમંત્રી પદે પરથી રાજીનામું આપી રહ્યો છું.

  ભારતીય જનતા પાર્ટીની એ પરંપરા રહી છે કે સમયાંતરે કાર્યકર્તાઓની જવાબદારી પણ બદલાત રહે. આ અમારી પાર્ટીની ખાસિયત કે છે કે જે જવાબદારી પાર્ટી તરફથી સોંપવામાં આવે છે, પાર્ટી કાર્યકર્તા પૂરી લગનથી તેનું નિર્વાહન કરે છે.

  મુખ્યમંત્રી તરીકેની ફરજ નિભાવ્યા બાદ હવે મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું અપીને પાર્ટીના સંગઠનમાં નવી ઉર્જા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પાર્ટી તરફથી મને જે પણ કામ સોંપવામાં આવશે તે કામ હું વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ કરતો રહીશ. સ્થાનિકથી લઈને પેટા ચૂંટણીમાં ગુજરાતની જનતાનું પાર્ટી અને સરકારને પાંચ વર્ષમાં ખૂબ સમર્થન મળ્યું છે, હું ગુજરાતની જનતાનો આભારી છું. ગુજરાતની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે, અને મારા માટે સતત જનહિતમાં કામ કરવાની ઉર્જાનું બની રહી હતી.

  અમારી સરકારના શાસનના ચાર આધારભૂત સિદ્ધાંત પારદર્શિતા, વિકાસશીલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતાના આધારે જનતાની સેવા કરવાનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. આ કામમાં મંત્રી મંડળના તમામ સભ્યો, વિધાનસભાના તમામ સાથી, પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોનો સહયોગ મળ્યો છે. હું તમામનો આભાર વ્યક્ત કરું છું.

  આ પણ વાંચો: Gujarat Politics: આનંદીબેન પછી રાજ્યમાં સતત બીજા CM રૂપાણીએ પણ આપ્યું 'અચાનક' રાજીનામું

  કોરોનાના કપરા કાળમાં અમારી સરકારે દિવસ રાત અથાગ મહેનત કરીને ગુજરાતની જનતાને યથાસંભવ સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ ટીકાકરણના કામમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. અમે આ બાબતે અનેક કીર્તિમાન પણ બનાવ્યા છે.

  પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી અમિત શાહ પાસેથી મને પ્રશાસનિક વિષયો પર નવા અનુભવને જાણવાનો અને સમજવાનો મોકો મળ્યો છે. પાર્ટીના કામકાજમાં પણ તેમનો સહકાર અને સહયોગ મારા માટે અમૂલ્ય છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો સહયોગ અને માર્ગદર્શન મારે માટે અતૂટ રહ્યું છે.  મારા ત્યાગપત્રથી ગુજરાતમાં પાર્ટીને નવું નેતૃત્વનો અવસર મળશે તથા અમે બધા સાથે મળીને માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસયાત્રામાં નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવા નેતૃત્વ સાથે આગળ લઈને જઈશું.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Vijay Rupani, ગુજરાત, સીએમ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन