ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટેના સાત બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કમળ પકડનાર પાંચ કોંગ્રેસી પૂર્વ ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી છે, જેમાં અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ધારી બેઠક પર જેવી કાકડિયા, કરજણ બેઠક પર અક્ષય પટેલ, કપરાડા બેઠક પર જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. આ પાંચે પૂર્વ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ટીકીટ આપવાના કમિટમેન્ટ સાથે કોંગ્રેસમાંથી રાજીનામા આપ આવ્યા હતા.
તો બીજી તરફ ગઢડા બેઠક પર પ્રવીણ મારુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ પેટાચૂંટણીમાં આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ફરી આત્મારામ પરમારને ટિકિટ આપી છે. ગઢડા બેઠક એ અનામત બેઠક છે. વર્ષ 2017માં આત્મારામ પરમાર આ બેઠક પર ચૂંટણી હારી ગયા હતા. સીટીંગ કેબિનેટ મિનિસ્ટર હોવા છતાં પણ આત્મારામ પરમાર આ બેઠક હારી ગયા હતા. વર્ષ 2017માં પ્રદેશ ભાજપના બે મોટા દલિત નેતાઓ ચૂંટણી હારી ગયા હતા, જેમાં રમણલાલ વોરા અને આત્મારામ પરમારનો સમાવેશ થાય છે.
ત્યારબાદ પ્રદેશ ભાજપમાં અને સરકારમાં દલિત સમાજનો નેતૃત્વ કરે તેવા સિનિયર નેતાઓની ખોટ વરસાતી હતી, ત્યારે હવે ફરીથી આત્મારામ પરમારને આ બેઠક પર ચૂંટણી લડતાં વિજય રૂપાણી સરકારમાં આત્મારામ પરમારનું મંત્રીપદ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ બેઠક પર દલિત સમાજના ધર્મગુરૂ શંભુપ્રસાદ ટુંડિયાએ પણ દાવેદારી કરી હતી, શંભુપ્રસાદ ટુંડિયા પ્રદેશ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ છે તે ઉપરાંત પૂર્વ રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા છે તો ભૂતકાળમાં ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે પરંતુ પ્રદેશ ભાજપે શંભુપ્રસાદ ટુંડિયાના સ્થાને પહેલી પસંદગી આત્મારામ પરમાર આ બેઠક પર કરી છે. ચૂંટણી પહેલા જ આત્મારામ પરમાર આ બેઠક પર જનસંપર્ક કરવાનો ચાલુ કરી દીધું જ હતું.
તો બીજી તરફ લીમડી બેઠક પર કિરીટ સિંહ રાણાને ટિકિટ આપવી કે કોઇ કોઇ ઉમેદવારને ટિકીટ આપવી તે અંગે ભાજપ હજુ પણ મનોમંથન કરી રહ્યું છે, કિરીટસિંહ રાણા વર્ષ 2017માં આ બેઠક પર સોમા ગાડા પટેલ સામે હારી ગયા હતા, પરંતુ રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન સોમા ગાડા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે. આ બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ છે, ત્યારે કોળી સમાજના પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓ તેમજ કોળી સમાજના સરકારના મંત્રીઓ લીમડી બેઠક પર કોળી સમાજને ટિકિટ માટે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી કોળી સમાજના જુદા જુદા સંગઠનો સાથે બેઠકો કરી, આ બેઠક પર કોળી સમાજની દાવેદારી મજબૂત કરી રહ્યા છે, પરંતુ ભૂતકાળને જોતા આ બેઠક પર પ્રબળ દાવેદાર તરીકે કિરીટસિંહ રાણાને માનવામાં આવે છે. આમ પણ જ્યારે જ્યારે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાય છે ત્યારે ત્યારે આ બેઠક એ કિરીટસિંહ રાણાને આપવામાં આવી છે.
આ બાજુ ડાંગ બેઠકની વાત કરવામાં આવે તો, પાર્ટીએ વિજય પટેલને ટિકિટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર મંગળ ગાવિત એ ટિકીટના પ્રબળ દાવેદાર હતા, પરંતુ સમયસર ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાતા મંગળ ગાવીતને ટિકિટ હાથ ધોવા પડ્યા છે, હવે આગામી દિવસોમાં જ્યારે બોર્ડ નિગમની નિમણૂક સાથે ત્યારે મંગળ ગાવિતને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર