Home /News /gujarat /

ગુજરાત બોર્ડ પૂરક પરીક્ષા: SSCનું પરિણામ CA ફાઇનલ કરતાં પણ ઓછું!

ગુજરાત બોર્ડ પૂરક પરીક્ષા: SSCનું પરિણામ CA ફાઇનલ કરતાં પણ ઓછું!

રાજ્યમાં શિક્ષણનું સ્તર કેટલી હદે કથળી રહ્યું છે એ આજે જાહેર થયેલા પરિણામ પરથી દેખાઇ આવે છે. જુલાઇ માસમાં લેવાયેલી પૂરક પરીક્ષામાં એસ.એસ.સીનું પરિણામ CA ફાઇનલના પરિણામ કરતાં પણ ઓછું આવ્યું છે.

રાજ્યમાં શિક્ષણનું સ્તર કેટલી હદે કથળી રહ્યું છે એ આજે જાહેર થયેલા પરિણામ પરથી દેખાઇ આવે છે. જુલાઇ માસમાં લેવાયેલી પૂરક પરીક્ષામાં એસ.એસ.સીનું પરિણામ CA ફાઇનલના પરિણામ કરતાં પણ ઓછું આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #રાજ્યમાં શિક્ષણનું સ્તર કેટલી હદે કથળી રહ્યું છે એ આજે જાહેર થયેલા પરિણામ પરથી દેખાઇ આવે છે. જુલાઇ માસમાં લેવાયેલી પૂરક પરીક્ષામાં એસ.એસ.સીનું પરિણામ CA ફાઇનલના પરિણામ કરતાં પણ ઓછું આવ્યું છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઇ માસમાં પૂરક પરીક્ષા લેવાઇ હતી. જેનું આજે પરિણામ જાહેર કરાયું છે. જેમાં ધો.12માં 17346 પરીક્ષાર્થીઓ પૈકી 4160 પાસ થયા થતાં સરેરાશ 23.98 ટકા પરિણામ નોંધાયું છે. જ્યારે ધો.10માં 32000 પૈકી માત્ર 2692 પરીક્ષાર્થીઓ જ ઉર્તીણ થતાં માત્ર 8.38 ટકા જ પરિણામ નોંધાયું છે.

અહીં નોંધનિય છે કે એસએસસીનું આ પરિણામ તાજેતરમાં જાહેર થયેલા CA ફાઇનલના પરિણામ કરતાં પણ ત્રણ ટકા ઓછું છે. ગત મે માસમાં લેવાયેલ સીએ ફાઇનલનું સરેરાશ પરિણામ 11.36 ટકા નોંધાયું છે.
First published:

Tags: ગુજરાત શિક્ષણ બોર્ડ, ધોરણ 10 પરિણામ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ

આગામી સમાચાર