ગાંધીનગર: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Election 2022) પહેલા પ્રદેશ ભાજપની (Gujarat BJP) મહત્વની બેઠક અમદાવાદ (Ahmedabad) જિલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલા ખાતે યોજાઇ છે. સતત બે દિવસ ચાલનારી બેઠકમાં રાજકીય અને સામાજિક સ્થિતિ પર મનોમંથન કરવામાં આવી રહ્યું છે. સાથે જ ક્યાં મુદ્દાઓ સાથે લોકો સુધી જવુ તો ગુજરાતમાં વધતા આમ આદમી પાર્ટીના જોર ને કેવી રીતે રોકવો તેના પર પણ ચર્ચા કરવામાં આવી છે.
પહેલા દિવસે સરકાર અને સંગઠન એમ બન્ને દ્વારા પ્રેજેન્ટેશન કરવામાં આવ્યા હતા. જેમાં પ્રજા સુધી પહોંચવા રાજ્ય અને કેન્દ્રની યોજનોઓનો લાભ લોકોને વધુને વધુ મળે તે નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે સંગઠન દ્વારા પેજ સમિતિ અને વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. કેન્સવિલે ખાતે બીજેપીની બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય નેતૃત્વના નેતાઓ પણ હાજર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રભારી ભુપેન્દ્ર યાદવ સહ પ્રભારી સુધીર ગુપ્તા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ સંતોષ હાજર છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સીએમ ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય 40 હોદ્દેદારો આ બેઠકમાં હાજર છે. બીજેપીએ ચૂંટણી જીતવા માટે 150 પલ્સ સીટનો લક્ષ રાખેલો છે. તેના માટે આદિવાસી અને દલિત સીટ જીતવા પર ફોક્સ કરી રહ્યું છે.
બીજેપી જાણે છે કે, શહેરી મતદારો બીજેપી સાથે જ છે પણ ગ્રામીણ મતદારો હજી પણ બીજેપીથી નારાજ છે. સાથે જ એસસી અને એસટી મતદારો કોંગ્રેસ તરફી ઝુકાવ રાખી રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પગ પેસરો કરી રહી છે અને બિટીપી સાથે ગઠબંધન પણ કરી લીધું છે.
આ પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતની સીટ જીતવી કપરી સાબિત થઈ શકે છે. આમ આ બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે સાથે જ પ્રદેશના નેતાઓને ચૂંટણી સુધી કયા મુદ્દાઓ પર ફોક્સ કરવું તેને લઈને સૂચના આપવમાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર