Home /News /gujarat /

મંત્રી-MLA બીમાર પડે તો રૂ.15 લાખ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

મંત્રી-MLA બીમાર પડે તો રૂ.15 લાખ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી ત્યારે એકબાજુ બધા પક્ષો તેમાં બહુમતીથી જીતવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

જાણે પ્રજાની સામે આ લોકો એકબીજાને નીચું બતાવવામાં કોઇ કસર નથી છોડતા જ્યારે રાજકીય લાભ લેવો હોય ત્યારે બધા પક્ષો એક જ હરોળમાં બેસી જાય છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી ત્યારે એકબાજુ બધા પક્ષો બહુમતીથી જીતવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જાણે પ્રજાની સામે આ લોકો એકબીજાને નીચું બતાવવામાં કોઇ કસર નથી છોડતા જ્યારે રાજકીય લાભ લેવો હોય ત્યારે બધા પક્ષો એક જ હરોળમાં બેસી જાય છે. ગત વિધાનસભામાં મંત્રી-ધારાસભ્યોનાં પગાર ભથ્થાં વધારવામાં આવ્યાં હતાં અને હવે તેઓ બીમાર પડે તો રૂ.15 લાખ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

    ધારાસભ્યોની રજૂઆત પછી રાજ્ય સરકારે આને લીલીઝંડી આપી છે અને આરોગ્ય વિભાગે ધારાસભ્યોની સારવારની ખર્ચ મર્યાદામાં વધારો કર્યો છે. બીમાર ધારાસભ્યો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ શકશે. વાત જ્યારે પ્રજાની આવે તો સરકાર નાણાંની તંગીનાં બહાનાબાજી કરે છે.

    પ્રજાની મુશ્કેલી હોય તો સરકાર નાણાંની તંગી સહિતના બહાનાબાજી કરે છે પણ વિવિધ મુદ્દે આમને સામને આવતાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો જયારે વ્યક્તિગત લાભ લવાનો હોય ત્યારે સાથે મળીને ભાગબટાઇ કરે છે.

    ધારાસભ્યોએ એવી રજૂઆત કરી હતીકે, સારવાર પોલીસીમાં સુધારો કરવો જોઇએ. જે પછી સરકારે આ માંગણી સ્વીકારી છે. વર્ષ 2016માં જાહેર કરાયેલી પોલીસીમાં રાજ્ય આરોગ્ય વિભાગે સુધારો કર્યો છે. હવે ધારાસભ્યો અને તેમના પરિવાર બીમાર પડે તો તેમને 15 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર કરશે. મહત્વનું છે કે પૂર્વ ધારાસભ્યોને પણ આ પોલીસીનો લાભ મળશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Health insurance, કોંગ્રેસ, ગાંધીનગર`, ગુજરાત, ધારાસભ્ય, ભાજપ

    આગામી સમાચાર