Home /News /gujarat /નરેશ પટેલનો રાજકારણમાં ન આવવાનો નિર્ણય તેમનો વ્યક્તિગત: સી.આર. પાટીલ

નરેશ પટેલનો રાજકારણમાં ન આવવાનો નિર્ણય તેમનો વ્યક્તિગત: સી.આર. પાટીલ

સી.આર. પાટીલ (ફાઇલ તસવીર)

Naresh Patel: "નરેશભાઈ પટેલ સક્ષમ વ્યક્તિત્વ છે. તેઓ વારંવાર કહેતા હતા કે સમાજ સાથે ચર્ચા કરીને રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરીશ. તેમણે કોઈ પણ રાજકીય પાર્ટીમાં ન જોડાવવાનો જે નિર્ણય કર્યો છે તે તેમનો અંગત છે."

  રાજકોટ: પાટીદાર ઉદ્યોગપતિ અને આગેવાન નરેશ પટેલે (Naresh Patel) રાજકારણમાં જોડાવવા અંગે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે. નરેશ પટેલને રાજકારણમાં નહીં જોડાવાનો નિર્ણય (Naresh Patel will not join Politics) કર્યો છે. નરેશ પટેલે ખોડલધામ, કાગવડ ખાતેથી પત્રકાર પરિષદ સંબોધીને જાહેરાત કરી હતી કે રાજકારણમાં નહીં જોડાવાનો તેમનો નિર્ણય સ્વતંત્ર છે. સાથે જ નરેશ પટેલે (Naresh Patel) એવું પણ જણાવ્યું હતું કે, 80 ટકા યુવાનો અને 50 ટકા મહિલાઓ એવું કહી રહ્યા છે કે, હું રાજકારણમાં આવું. બીજી તરફ સમાજના વડીલો એવું કહે છે કે રાજકારણમાં ન જવું. સાથે જ નરેશ પટેલ ખોડલધામ રહીને સેવા કરવાની જાહેરાત કરી છે. આ અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે (C R Patil) પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમના કહેવા પ્રમાણે આ નિર્ણય તેમનો વ્યક્તિગત છે.

  સી.આર. પાટીલે શું કહ્યું?


  બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નરેશ પટેલના નિર્ણય પણ પ્રતિક્રિયા આપી હતી કે, "નરેશભાઈ પટેલ સક્ષમ વ્યક્તિત્વ છે. તેઓ વારંવાર કહેતા હતા કે સમાજ સાથે ચર્ચા કરીને રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરીશ. તેમણે કોઈ પણ રાજકીય પાર્ટીમાં ન જોડાવવાનો જે નિર્ણય કર્યો છે તે તેમનો વ્યક્તિગત છે."


  ભાજપ નેતા ભરત બોઘરાની પ્રતિક્રિયા


  ભાજપ નેતા ભરત બોઘરાએ જણાવ્યુ હતુ કે, "નરેશભાઈનો વ્યક્તિગત નિર્ણય છે. તેમણે સમજી વિચારીને નિર્ણય કર્યો હશે એવું માની લઈએ છીએ. તમામ સર્વે નરેશભાઈએ જોયા હતા, એટલે તેમણે જે નિર્ણય કર્યો હશે તે યોગ્ય હશે."


  લલીત વસોયાની પ્રતિક્રિયા


  આ મામલે કૉંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ જણાવ્યું હતું કે, "નરેશ પટેલે રાજનીતિમાં પ્રવેશની વાત મૂકી હતી ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સમાજ જે આદેશ કરશે તેમ હું કરીશ. રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે છેલ્લા બે મહિનાથી સર્વે ચાલી રહ્યો હતો. નરેશભાઈ પટેલે જે નિર્ણય કર્યો છે તેને હું કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે આવકારું છું. તેમણે ફક્ત પાટીદાર જ નહીં પરંતુ અન્ય સમાજને કેવી રીતે ઉપયોગી થવું તેવી ભાવના સાથે આ નિર્ણય કર્યો હોઈ શકે છે. આ નિર્ણયને હું આવકારું છું."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: C.R Patil, Election 2022, ગુજરાત ચૂંટણી, નરેશ પટેલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन