Home /News /gujarat /

ગુજરાત વિધાનસભા પેપરલેસ બનશે, ધારાસભ્યો ઓનલાઇન સવાલ પૂછી શકશે

ગુજરાત વિધાનસભા પેપરલેસ બનશે, ધારાસભ્યો ઓનલાઇન સવાલ પૂછી શકશે

ગુજરાત વિધાનસભા (ફાઇલ તસવીર)

હાલ ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યોએ જો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો લેખિતમાં પત્ર લખીને પૂછવો પડે છે. જે બાદમાં વિભાગીય અધિકારી જે-તે વિભાગને પત્ર લખીને જવાબ માંગે છે.

    ગાંધીનગરઃ ડિજીટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સરકાર ધીમે ધીમે તમામ સરકારી કચેરીઓ પેપરલેસ અને ઓનલાઇન કરી રહી છે. આ જ પ્રોજેક્ટ અંતર્ગત હવે ગુજરાત વિધાનસભા પણ પેપરલેસ થઈ રહી છે. એટલે કે હવે ધારાસભ્યો પોતાનો પ્રશ્નો ઓનલાઇન જ પૂછી શકશે, જેના જવાબ તેમને ઓનલાઇન જ મોબાઇલ એપ્લિકેશનમાં મળી જશે. હાલ દેશમાં ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત 44 જેટલા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં
    ઇ-સંસદ અને ઇ-વિધાનસભા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ માટેની એપ્લિકેશન અને વેબસાઇટ લોંચ કરી દેવામાં આવી છે.

    અત્યારે કેવી વ્યવસ્થા છે?

    હાલ ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યોએ જો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો લેખિતમાં પત્ર લખીને પૂછવો પડે છે. જે બાદમાં વિભાગીય અધિકારી જે-તે વિભાગને પત્ર લખીને જવાબ માંગે છે. બાદમાં પ્રશ્ન પૂછનાર ધારાસભ્યને જવાબ મોકલવામાં આવે છે. ઈ-વિધાનસભા લોંચ થતાની સાથે જ આ બધું કામ ઓનલાઇન જ થઈ જશે. એટલે કે ધારાસભ્યએ કોઈ પત્ર લખવાની જરૂર નથી. તેઓ ઓનલાઇન જ પ્રશ્ન મંગાવી શકશે. આ ઉપરાંત જે-તે વિભાગ તેમને ઓનલાઇન જ જવાબ મોકલી આપશે.

    આ પણ વાંચોઃ પગાર વધારા બાદ ધારાસભ્યો વિધાનસભામાં ટેબલ નીચે હાથ મિલવતા હતાઃ અલ્પેશ ઠાકોર

    પેપરલેસથી શું ફાયદો થશે?

    ઇ-વિધાનસભાને કારણે ધારાસભ્ય અને જે-તે વિભાગના સમયમાં બચત થશે. કારણ કે પત્ર મોકલવા અને મેળવવામાં જે સમય લાગતો હતો તે બચી જશે. એટલું જ નહીં પત્ર લખવા અને મોકલવા માટે સ્ટેમ્પ અને બીજા જરૂરી ખર્ચ થતાં હતાં તે પણ ઓછા થઈ જશે. એટલું જ નહીં વિધાનસભા ઉપરાંત રાજ્યસભા અને સંસદમાં કેવા કેવા પ્રશ્નો રજૂ થયા અને તેમના કેવા જવાબો રજૂ થયા તે પણ ઓનલાઇન જ જાણી શકાશે. આ માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેના અંગે હાલ તમામ સાંસદો અને તમામ રાજ્યના ધારાસભ્યોને તાલિમ આપવામાં આવી રહી છે.

    ગુજરાતના ધારાસભ્યોને માટે વર્કશોપ

    સોમવારે ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે ભારત સરકારના સંસદીય કાર્યમંત્રાલયના મિશન મોડ પ્રોજેકટ નેશનલ ઈ-વિધાન એપ્‍લિકેશન (નેવા) અંગેનો ઓરીએન્‍ટેશન વર્કશોપ યોજાયો હતો. લોકોને પ્રજાના પ્રતિનિધિ એટલે કે ધારાસભ્‍યો અને સંસદસભ્‍યોની કામગીરી અને કાર્યવાહીની સચોટ, સમયસર અને સરળતાથી એક જ જગ્‍યાએથી માહિતી મળી રહે તે માટે દેશભરના 40 વિધાનમંડળોને એક જ જગ્‍યાએ ઉપલબ્‍ધ કરાવતી નેશનલ ઈ-વિધાન એપ્‍લીકશેન (નેવા) ભારત સરકારના સંસદીય કાર્યમંત્રાલય ઘ્‍વારા ‘‘ડિજીટલ ઈન્‍ડિયા’’ કાર્યક્રમ હેઠળ મિશન મોડ પ્રોગ્રામ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat vidhansabha, ધારાસભ્ય, રાજ્યસભા, લોકસભા, સાંસદ

    આગામી સમાચાર