ગુજરાત વિધાસનભામાં કોગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધી છે તો બીજી તરફ સરકાર સામે એક પછી એક પડકારોમાં વધારો થઇ રહ્યો છે. એવામાં હવે પાટણ દલિતકાંડથી સરકારની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. વિપક્ષના આકરા તેવર અને સવાલોની સંખ્યા જોતા સરકારના પ્રધાનો અને અધિકારીઓના પરસેવા છૂટી રહ્યા છે. હવે સરકાર અને વિપક્ષ 18મીએ પોતાની રણનીતિને આખરી ઓપ આપશે આપશે. હવે જોવાનું રહ્યું કઈ રીતે વિપક્ષ ગૃહમાં સત્તાધારી પક્ષને ભીંસમાં લેશે અને કેવી રીતે સરકાર વિપક્ષના દાવને ઉંઘા પાડશે.
ગુજરાતની નવી રચાયેલી બીજેપી સરકારનું પ્રથમ બજેટ સત્ર તોફાની રહે તેવી પ્રબળ શક્યતાઓ છે. કોગ્રેસના ધારાસભ્યોની સંખ્યા, અધ્યક્ષ, સીએમ સહિત પ્રધાનમંડળને બાદ કરતા કોંગ્રેસ અને બીજેપીના ધારાસભ્યોની સંખ્યા સરખી
હોવાને લીધે સવાલોની સંખ્યા રેકોર્ડ બ્રેક થવાની છે.
અત્યાર સુધી 8 હજારથી વધુ સવાલો સબમિટ કરાયા છે. રુટીન સવાલોને બાદ કરતાં નર્મદાના પીવાના પાણી, સિંચાઇના પાણીની વ્યવસ્થા, એક લાખ ક્વિન્ટલ મગફળી ખરીદવાની વારવાર જાહેરાત થવા છતાં ખરીદીમાં વિલંબ, ગોંડલ મગફળીના ગોડાઉનમાં આગ ઉપરાંત પાટણ દલિતકાંડ મામલે અત્યારથી વિપક્ષે 116 નોટિસ પ્રમાણે ચર્ચાનું મન બનાવી લીધું છે.
આમાં સત્તાપક્ષના ધારાસભ્યો પણ જોડાયા છે. વિપક્ષ રાજ્ય સરકારના ભ્રષ્ટાચારની તપાસ કરી ચૂકેલા જસ્ટિસ એમબી શાહ કમિશનના રિપોર્ટ ઉપર ચર્ચા કરવા પણ માંગ કરશે. પાટીદારોના દમન માટે રચાલેયા કમિશન અને જસ્ટિસ પૂંજની કામગીરીને લઇને સવાલો પણ ગૃહમાં ઉઠશે. જેલોની સુરક્ષા વ્યવસ્થા અને દારૂના કેસો અંગેના સવાલોથી પણ વિપક્ષ સરકારને ભીંસમાં લેશે.
19મીએ સવારે સાત વાગ્યાથી રિનોવેટેડ વિધાનસભામાં વાસ્તુપૂજન થશે અને રાજ્યપાલના હસ્તે વિધિવત રીતે ઉદ્યાટન કરાશે. બાદમાં વિધાનસભા અધ્યક્ષની વિધિવત રીતે ચૂંટણી થશે. પસંદગી બાદ વિધાનસભા શરૂ થશે. જેમાં
કામકાજ સલાહકાર સમિતિની બેઠક થશે. પ્રથમ દિવસે વિધાનસભાની બે બેઠકો થશે.
સ્ટોરીઃ હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર