liveLIVE NOW

રાજ્ય સરકારે 2,04,815 કરોડનું બજેટ રજૂ કર્યુ, નર્મદા યોજના માટે 6595 કરોડની જોગવાઈ

ગુજરાત સરકારનું વાર્ષિક બજેટ આ વખતે 2 લાખ કરોડની નજીક પહોંચશે

  • News18 Gujarati
  • | July 02, 2019, 14:48 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO
    14:52 (IST)

    શહેરી વિસ્તાર આરોગ્ય તંત્રને સુદૃઢ કરવા 110 કરોડ, મા અને મા વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

    14:51 (IST)
    આયુષમાન ભારત જન આરોગ્ય યોજનાના 4.90 લાખ નાગરિકોને 818 કરોડ ચેક અપાયા. આ વર્ષે 450 કરોડની જોગવાઈ
     કરવામાં આવી છે.

    14:40 (IST)
    રાજ્ય સરકારના બજેટમાં નર્મદા યોજના માટે 6595 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મૂખ્ય બંધના આનુષાંગિક કામો, પાવર હાઉસ જાળવણી, કેનાલ ઑટોમેશન, જમીન સંપાદન, નાના વીજ મથકો તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટે 260 કરોડ જોગવાઈ કરવામાં આવી છે.

    14:34 (IST)

    ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિ. ભવન માટે 206 કરોડ તથા કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ માટે 252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

    14:32 (IST)
    શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે 30,045 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા પાંચ હજાર વર્ગખંડો માટે 454 કરોડ, દૂધ સંજીવની અને અન્ન ત્રીવેણી યોજના માટે 1015 કરોડ, બાળકો ની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચુઅલ કલાસ રૂમ માટે 103 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

    14:29 (IST)
    બેટરી ઓપરેટેડ સ્કૂલવાન ખરીદવા 1કરોડ 50 લાખની સહાય આપવામાં આવશે. ઇ-રિક્ષા ખરીદવા માટે 800 લાભાર્થીઓને 2 કરોડ 50 લાખ રૂપિયાની સહાય અપાશે.

    ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે નાણા મંત્રીએ રાજ્ય સરકારનું 2,04,815 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે લોન, સિંચાઈથી લઈને ખેતર માટે નવા વીજ જોડાણને લઈ નવી જોગવાઈઓ કરી છે. આ ઉપરાંત યુવાઓને રોજગારીની નવી તકો ઊભા કરવાની માટેની જોગવાઈ બજેટમાં રાખી છે. રાજ્યની માળખાકિય અને સુખાકારીની સગવડો વધે તે માટે પણ સરકારે પોતાના બજેટમાં નવી યોજનાઓનો સમાવેશ કર્યો છે.