Home /News /gujarat /

ગુજરાતમાં દર ચોથા ધારાસભ્ય પર ક્રિમિનલ કેસ, લિસ્ટમાં કોંગ્રેસ ટોપ પર

ગુજરાતમાં દર ચોથા ધારાસભ્ય પર ક્રિમિનલ કેસ, લિસ્ટમાં કોંગ્રેસ ટોપ પર

ગુજરાત વિઘાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યોની કરમકુંડળી પર નજર કરીએ તો ૧૮૨માંથી ૪૭ ધારાસભ્યો સામે ક્રિમીનલ કેસ નોંધાયા છે. તેમાંથી 33 સામે ખૂન-લૂંટ-બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. જો કે ૨૦૧૨ની સરખામણીએ આ વખતે MLAના ગુનાનો ગ્રાફ ઘટીને ૨૬ ટકા થયો છે. આ ઉપરાંત છ ધારાસભ્યો સામે કલમ 307 મુજબ હત્યાના પ્રયાસનો કેસ છે

ગુજરાત ચૂંટણી વોચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યોનું વિશ્લેષણ કરીને આ જાણકરી આપે છે. આ રિપોર્ટ પ્રમાણે ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં અપરાધિક રેકોર્ડવાળા 57 એટલે 31% વિઘાયક ચૂંટવામાં આવ્યાં હતાં.

સારી બાબત એ છે કે ૨૦૧૨ની સરખામણીએ આ વખતે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોમાં ઘટાડો નોંધાયો છે. જો કે તેની સામે ગંભીર ગુનો ધરાવતા ઉમેદવારોમાં વધારો થયો છે. ૨૦૧૨માં ૨૪ ધારાસભ્યો સામે ગંભીર ગુનાનો કેસ નોંધાયેલો હતો. ભાજપના ૯૯માંથી ૧૮, કોંગ્રેસના ૭૭માંથી ૨૫ ધારાસભ્યો સામે ગુનો નોંધાયેલો છે. આ વખતે ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યો સરેરાશ રૂ. ૮ કરોડની સંપત્તિ ધરાવે છે. જેમાં ૩૩ ધારાસભ્યોની સંપત્તિ રૂ. ૧૦ કરોડથી વધુ જ્યારે ૨૩ ધારાસભ્યોની સંપત્તિ રૂ. ૫ થી ૧૦ કરોડ વચ્ચે છે. એટલે ૧૮૨માંથી ૧૪૧ એટલે કે ૭૭% ધારાસભ્યો કરોડપતિ છે. જેની સરખામણીએ ૨૦૧૨માં ૧૩૪ એટલે કે ૭૪% ધારાસભ્યો કરોડપતિ હતા. આમ, આ વખતે કરોડપતિ ધારાસભ્યોમાં વધારો નોંધાયો છે.

પાર્ટીઓના હિસાબ પર નજર રાખીએ તો બીજેપીના ૮૪, કોંગ્રેસના ૫૪ ધારાસભ્યો કરોડપતિ છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એક વિધાયકે પોતાની સંપત્તિ એક કરોડથી વધુ બતાવી છે.
First published:

Tags: ADR, Gujarat Assembly, Gujarat assembly election 2017

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन