અમદાવાદઃ 31મી ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રનું શીર્ષક 'પ્રતિભા ઊંચી કે પ્રતિમા' છે.
આ પત્રમાં પરેશ ધાનાણીએ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. સાથે જ ખેડૂતોના દેવા માફ કરવાની પણ માંગણી કરી છે. આ ઉપર પત્રમાં તેમણે મગફળીકાંડ, યુવાઓને રોજગારી અને આદિવાસીઓના અધિકાર અંગે રજુઆત કરી છે.
ધાનાણીએ પુત્રમાં શું લખ્યું?
સરદારની "પ્રતિભા"ને ઝાંખપ લગાડી અને સત્તાની સીડી ચડવા માટે સામાજિક સમરસતા તથા સદભાવનાને કાયમી ઠેસ પહોંચાડનારા માનનીય પ્રધાનમંત્રી આપ આગામી તા. 31મી ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી "પ્રતિમા"નું અનાવરણ કરવા જઈ રહ્યા છો ત્યારે ગૌરવવંતા ગુજરાતીઓ વતી ખૂબ ખૂબ અભિનંદન.
હાલ આપના ગૃહરાજ્યમાં અછતના ઓછાયા તળે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહેલા ગરીબો, ગામડીયાઓ અને ખેડૂતોની નિમ્ન, લીખીત લાગણીઓ અને માંગણીઓ અંગે આગામી શ્રી સરદાર જન્મ જયંતિની સુપ્રભાતે "મનની વાત"માં રાજ્યના જન-જનની વેદનાને વાચા મળશે એવી સમગ્ર ગુજરાતની અપેક્ષા સહ...
વાંચો ધાનાણીએ લખેલો પત્ર...
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર