Home /News /gujarat /

આપનો દાવો- ગુજરાતમાં જો ચૂંટણી થાય તો, બહુમત નહીં, પણ પાર્ટીને ચોક્કસ મળશે આટલી સીટો

આપનો દાવો- ગુજરાતમાં જો ચૂંટણી થાય તો, બહુમત નહીં, પણ પાર્ટીને ચોક્કસ મળશે આટલી સીટો

ફાઇલ ફોટો

Gujarat Assembly Elections and AAP : ગુજરાતમાં આમ તો આ વર્ષે ડિસેમ્બર સુધી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) થવાનાં છે. જોકે, કેટલાંક જાણકારોનું માનવું છે કે, આ વખતે ચૂંટણી થોડી વહેલી પણ થઇ શકે છે.

  અમદાવાદ: આમ આદમી પાર્ટી (AAP) હવે પંજાબ બાદ ગુજરાત (Gujarat)માં તેમનાં માટે સારી સંભાવનાઓ જોઇ રહી છે. અહીં સુધી કે, પાર્ટી નેતા તો સારી એવી સંખ્યામાં વિધાનસભા સીટો જીતવાનો દાવો પણ કરવાં લગી છે. જેમ કે આપનાં ગુજરાત પ્રભારી ડોક્ટર સંદીપ પાઠકે દાવો કર્યો છે કે, જો રાજ્યમાં હાલમાં ચૂંટણી થાય છે તો, તેમની પાર્ટી 58 સીટો જીતી શકે છે.

  સંદીપ પાઠકે 'ઇન્ડિયા ટૂડે' સાથે વાતચીતમાં કહ્યું કે, 'અમને એક સરકારી ખાનગી એજન્સીની રિપોર્ટથી જાણકારી મળી છે. તે મુજબ, આપ ગુજરાતમાં 55 સીટો જીતી શકે છે. જ્યારે અમે વૈજ્ઞાનિક આધારે અમારો એક આંતરિક સર્વે પણ કર્યો છે. તે પ્રમાણે જો વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) થાય છે, તો અમે ગુજરાતમાં 58 સીટો મેળવી શકીએ છીએ.' તેમણે કહ્યું કે, 'ગુજરાતનાં લોકોને બદલાવ જોઇએ છે. કોંગ્રેસ આ સમયે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકતી નથી. પણ ગુજરાત જાણે છે કે, એવામાં આપ જ એક વિકલ્પ છે ગુજરાતનાં લોકો તેનાં દ્વારા બદલાવ લાવશે. અમે અહીં કોઇ પાર્ટીને હરાવવાં નથી ઇચ્છતાં. અમે ઇચ્છીએ છીએ કે, ગુજરાતનાં લોકો જીતે. તેમને સારુ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર જેવી મૂળભૂત સુવિધાઓ મળી શકે.'

  આ પણ વાંચો- Ahmedabad News: વિકાસની હરણફાળ ભરશે અમદાવાદ, શહેરના વિકાસ માટે વર્લ્ડ બેંક આપશે 3 હજાર કરોડની લોન

  જે ગામમાં કોંગ્રેસ મજબૂત હતી, ત્યાં અમારું ધ્યાન છે- પાઠકે જણાવ્યું કે, 'એખ સમય હતો જ્યારે ગામમાં કોંગ્રેસ (Congress) પાર્ટી ઘણી મજબૂત હતી. પણ હવે સ્થિતિઓ બદલાઇ ગઇ છએ. તેથી અમારુ પહેલું ધ્યાન તે વિસ્તાર પર છે શહેરમાં પણ આર્થિક રૂપથી કમજોર વર્ગ હવે ભાજપ પર વિશ્વાસ નથી કરતો. અમે તેમનાં માટે પણ સારો વિકલ્પ બનવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં આમ તો, આ વર્ષે ડિસેમ્બર સુધી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) થવાનાં છે. જોકે, કેટલાંક જાણકારોનું કહેવું છે કે, આ ચૂંટણી થોડી વહેલાં પણ યોજાઇ શકે છે.'

  આ પણ વાંચો-  Cattle control laws: માલધારી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરાતા રખડતાં ઢોર નિયંત્રણનો કાયદો પરત ખેંચાશે

  પંજાબની જીતનાં રણનીતિકાર માનવામાં આવે છે સંદીપ પાઠક- સંદીપ પાઠક ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT), દિલ્હીનાં પૂર્વ પ્રોફેસર છે. તેમને આપનાં પ્રમુખ રણનીતિકારોમાં ગણવામાં આવે છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપને મળેલી એક તરફી જીતનો શ્રેય તેમની રણનિતિઓને આપવામાં આવે છે. પાઠક હવે આ જ રણનીતિઓ ગુજરાતમાં લાગૂ કરવાં જઇ રહ્યાં છે. તેમણે વાતચીતમાં કહ્યું કે, 'જે લોકો સારી સ્કૂલ, હોસ્પિટલ જેવી સુવિધાઓ ગુજરાતમાં ઇચ્છે છે, તે તમામનું આપમાં સ્વાગત છે.' તેમણે એમ પણ કહ્યું કે, 'ગુજરાત અને પંજાબમાં ઘણી સમાનતા છે. બંને રાજ્યો તરક્કીપસંદ છે. બંનેને બદલાવની જરૂર છે.'
  Published by:Margi Pandya
  First published:

  Tags: Gujarat Assembly Elections, આપ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन