Home /News /gujarat /ગુજરાત વિધાનસભામાં મારામારીઃ જાણો આખો ઘટનાક્રમ

ગુજરાત વિધાનસભામાં મારામારીઃ જાણો આખો ઘટનાક્રમ

ઘટના બાદ કોંગ્રેસે મીટિંગ કરી, તો મુખ્યમંત્રી રૂપાણીએ પણ અધ્યક્ષ સાથે આ મામલે પોલીસ ફરિયાદ કરવી કે નહીં તેને લઈ ચર્ચા થઈ...

ઘટના બાદ કોંગ્રેસે મીટિંગ કરી, તો મુખ્યમંત્રી રૂપાણીએ પણ અધ્યક્ષ સાથે આ મામલે પોલીસ ફરિયાદ કરવી કે નહીં તેને લઈ ચર્ચા થઈ...

    આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં લોકશાહીને લાંછન લગાડતી ઘટના બની છે. ગૃહમાં આજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારા મારી થઈ હતી.

    આજે પ્રશ્નોત્તરી પુરી થયા બાદ ઝીરો અવર્સમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અમરીશ ડેર અને વિક્રમ માડમને અધ્યક્ષે બોલવાની તક ના આપતા તેઓ અકળાઈ ઉઠ્યા હતા. તો બીજી બાજુ ભાજપના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના આ ધારાસભ્યો સામે કોમેન્ટ કરતા અકળાયેલા વિક્રમ માડમે પોતાની બેઠકનું માઈક તોડી ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.

    આ દરમિયાન અધ્યક્ષે બન્ને ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરી ગૃહ 15 મિનિટ મુલતવી રાખ્યું હતું. જ્યારે કોંગી એમએલએ પ્રતાપ દુધાતને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જગદીશ પંચાલે અપશબ્દો કહેતા પ્રતાપ દુધાતે બેલ્ટથી કર્યો હુમલો.

    ઘટનાની વિસ્તાર પૂર્વક વાત કરીએ તો ગૃહમાં જગદીશ પંચાલે અપશબ્દો બોલતા પ્રતાપ દુધાત અકળાઈ ઉઠ્યા હતા અને ત્યાર બાદ તેમણે માઈક તોડી હસમુખ પટેલ તથા જગદીશ પંચાલ પર હુમલો કર્યો હતો. પ્રતાપ દુધાતે જગદીશ પંચાલ પર બેલ્ટથી હુમલો કર્યો હતો.

    આ ઘટનાને પગલે વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રહ્યા બાદ ધારાસભ્યો ગૃહ બહાર આવી રહ્યા હતા ત્યારે, ભાજપના ધારાસભ્યોએ લોબીમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ઘેરીને માર માર્યો હતો.

    અમરીશ ડેરને 7 થી 8 ભાજપના સભ્યોએ માર માર્યો હતો. આ મારા મારીમાં હર્ષ સંઘવી, અરવિંદ રૈયાણી, ડીંડોલ, રમણ પટેલ સામેલ હતા. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, મને કોંગ્રેસના સભ્યોએ મારી નાખવાની ધમકી આપી.

    મામલો ગંભીર થતા કોંગ્રેસના બીજા સભ્યો પણ અમરીશ ડેરને બચાવવા આવી જતા વિધાનસભાની લોબીમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છુટાહાથની મારા મારી થઈ હતી. પરિણામે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.

    લોકશાહીને લાંછન લગાવતી આ શરમજનક ઘટના બન્યા બાદ આ બાજુ કોંગ્રેસના સભ્યોએ મીટિંગ કરી હતી. તો બીજી તરફ મુખ્યમંત્રી રૂપાણીએ પણ અધ્યક્ષ સાથે આ મામલે પોલીસ ફરિયાદ કરવી કે નહીં તેને લઈ ચર્ચા થઈ હતી. આ સમગ્ર મામલે હવે CCTVની તપાસ કરવામાં આવશે અને આકરા પગલા લેવા કે નહીં તે મુદ્દે વિચારણા હાથ ધરાશે.
    First published:

    Tags: Blows, Complete, Gujarat Assembly, Issue, What

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો