ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ચાલી રહેલ હોબાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને વિધાનસભામાં મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા. આ ઘટના બાદ બંને પક્ષ દ્વારા સામ સામે દોષનો ટોપલો ઢોળવાનું કામ ચાલી રહ્યું છે. તો જોઈએ આ બાજુ ભાજપ દ્વારા આ ઘટના બાદ કોણે કેવી પ્રતિક્રિયા આપી.
વિધાનસભા ગૃહમાં મારામારી બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, આ બનાવ ઈતિહાસને કલંકીત કરતો બનાવ છે. અંબરીશભાઈ કોઈ પણ કારણ વગર ઉશ્કેરાઈ ગયા. અંબરિશભાઈ ડેરને શાંત પાડવા માટે વિપક્ષે પણ ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ તેઓ ઉશ્કેરાયા અને બેલ્ટ કાઢી હુમલો કર્યો, તો આ બાજુ પ્રતાપભાઈએ પણ માઈક તોડી જગદીશ પંચાલ પર હુમલો કર્યો. કોંગ્રેસના ધારાસભ્યોની અમાનવીય વર્તણૂક અહીં અટકી નહી. ગૃહ મુલતવી રાખ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ ઉશ્કેરાયા અને તેમણે હુમલો કર્યો. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, ભાજપના કોઈ ધારાસભ્ય અપશબ્દો બોલ્યા નથી. કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશ ડેર દ્વારા અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. ભાજપ આ ઘટનાને વખોડી કાઢે છે. અમે હવે પોલીસ ફરિયાદ માટે વિચારણા કરીશું.
આ બાજુ હર્ષ સંઘવીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમીયાન થયેલી ભાજપ કોંગ્રેસ વચ્ચેની મારામારીને વિધાસભાના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટના નિંદનિય છે. કોંગ્રેસ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે. અમે આ મામલે પોલીસ ફરિયાદ પણ કરીશું. હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસબ્ય પર આ7ેપ કરતા કહ્યું કે, બળદેવજી ઠાકોર દ્વારા મને અને જગદીશ પંચાલવને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી
નીકોલના ધારાસભ્ય જગદીશ પંચાલે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા ગુડાગર્દી કરવામાં આવી રહી છે. મારી પર કોંગ્રેસના બે ધારાસબ્યોએ એટેક કર્યો. સાથે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મને અને હર્ષ સંઘવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ મામલે અમે અદ્યને પણ ફરીયાદ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર