Home /News /gujarat /

વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણે તે માટે સરકારે પોલિસી જાહેર કરી

વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણે તે માટે સરકારે પોલિસી જાહેર કરી

પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા મહોત્સવનો પ્રારંભ અને ન.મો ઇ-ટેબ્લેટ (E-tablet) વિતરણ પ્રસંગે તેમણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી

    ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ કક્ષાની શૈક્ષણિક સુવિધાઓ અને આંતર માળાકિય (International facility) સવલતો ધરાવતી ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં (Universities) વિદેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ‘સ્ટડી ઈન ગુજરાત’ (study in Gujarat campaign) કેમ્પેઇન માટેની પ્રોત્સાહક પોલિસીની જાહેરાત કરી છે

    રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા મહોત્સવનો પ્રારંભ અને ન.મો ઇ-ટેબ્લેટ (E-tablet) વિતરણ પ્રસંગે તેમણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી

    વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ. પેટ્રોલિયમ યુનિવર્સિટી નિરમા યુનિવર્સિટી જેવી વિવિધ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓ માં હાલ 2000 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

    ગુજરાતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવાની નેમ સાથે વધુ વિદેશી વિદ્યાર્થીઓને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ માં પણ ઉચ્ચ અભ્યાસ માટે વ્યાપક તક મળે અને પ્રવેશ પ્રક્રિયા સહિતની અન્ય જરૂરી પ્રક્રિયાઓમાં પણ સરળતા રહે દુવિધા ન પડે તે માટે ના ચોક્કસ પગલાંઓ અને ધારા ધોરણો સાથે રાજ્ય સરકાર આ પ્રોત્સાહક પોલિસીને આગામી દિવસોમાં આખરી ઓપ આપવાની છે એમ તેમણે જણાવ્યું હતું

    ગુજરાત માં 2022 સુધીમાં આવા વિદેશી વિદ્યાર્થીઓ ની સંખ્યા 10 હજાર સુધી લઈ જવા સાથે વિશ્વના દેશોના વધુને વધુ વિદ્યાર્થીઓ ગુજરાતની ધરતી પર ઉચ્ચ શિક્ષા માટે આવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Policy, University, ગુજરાત, શિક્ષણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन