કોરોનાના કહેર વચ્ચે દર્દીઓ માટે મહત્વના ઓક્સિજનના ભાવમાં 47%નો વધારો


Updated: September 27, 2020, 8:00 AM IST
કોરોનાના કહેર વચ્ચે દર્દીઓ માટે મહત્વના ઓક્સિજનના ભાવમાં 47%નો વધારો
પ્રતિકાત્મક તસવીર

ભારતમાં 6500  મેટ્રિક ટન ઓકિસજનનું ઉત્પાદન થાય છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર મોખરે છે.

  • Share this:
કોરોના દર્દીના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં એકાએક ઓક્સિજનના ભાવ વધી ગયા છે. બીજી તરફ, અમદાવાદમાં હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. જેથી અમદાવાદમાં ઓક્સિજનની કમી ન થાય એ માટે નોડલ ઓફિસર રાખવામાં આવ્યા છે પરંતુ ખુદ હોસ્પિટલ સત્તાવાળાઓનું કહેવું છે કે, સપ્લાયરની મનમાની અને ઓકસિજનનો ભાવ વધારો વધારે અસર કરી રહ્યું છે. આખરે કોરોના દર્દી પર ઓકસિજનમાં ભાવ વધારાની અસર કેટલી થશે ?  જે સવાલ સામે હૉસ્પિટલ સત્તાધીશો કહી રહયા છે કે, હજી ઓક્સિજનની અછત સર્જાય તેવી પરિસ્થિતિ બને છે પરંતુ તાત્કાલિક અન્ય હૉસ્પિટલમાંથી મંગાવીને કામ ચાલી જાય છે. આ વચ્ચે અમદાવાદમાં ઓક્સિજનના બાટલાની કાળા બજારીની ચર્ચા પણ થઈ રહી છે. ભારતમાં 6500  મેટ્રિક ટન ઓકિસજનનું ઉત્પાદન થાય છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર મોખરે છે.

નવો ભાવ ગુજરાતમાં પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે

એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં કોરોનાનો દર્દી 1 મિનિટમાં 80 લિટર ઓકિસજનનો વપરાશ કરે છે. કોરોનાના  ગંભીર દર્દીને હાલ દવાઓ કરતાં વધારે જરૂર ઓક્સિજનની પડી રહી છે. માર્ચ મહિના બાદ ઓક્સિજનની જરૂર 4 ગણી વધી ગઈ છે. આ વચ્ચે ઓક્સિજન બનાવતા ઉદ્યોગ સંગઠનની માંગને લઇને ઓક્સિજનના ભાવમાં 47 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. નવો ભાવ ગુજરાતમાં પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે.

'ઓકિસજનની કોસ્ટ વધુ ઉંચી જશે'

જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, ઓક્સિજનના ભાવની અસર સીધી જ કોરોનાના દર્દીને પડશે. આ અંગે ઓકિસજન સપ્લાયર મધુકર અવસ્થીયાનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે જે ભાવ વધાર્યો છે તેમાં વાહન વ્યવહારનો ખર્ચ સામેલ નથી જેથી ઓકિસજનની કોસ્ટ ઉંચી આવશે.

આ પણ વાંચો - CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, coronaને ધ્યાનમાં રાખીને રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ કર્યો રદઅમદાવાદની કઈ કોવિડ હોસ્પિટલમાં કેટલો ઓક્સિજન  જરૂરી ?કોવિડ હોસ્પિટલ કેટલો ઓક્સિજન જરૂરી ? (બોટલો)
એશિયા બેરિયા ટ્રિક 100 થી 150
આમેના ખાતુન 100 થી 150
પારેખ હોસ્પિટલ 80 થી 100
નવનીત હોસ્પિટલ 100 થી 120
જન કલ્યાણ હોસ્પિટલ 15 થી 20
કેર પ્લસ હોસ્પિટલ 60 થી 80
લાઇફ કેર હોસ્પિટલ 20 થી 30
નિધિ હોસ્પિટલ 60 થી 80
ત્રિશા હોસ્પિટલ 30
તપન હોસ્પિટલ  80  થી 100

આ પણ જુઓ -

.

 ઓક્સિજનના વધતા ભાવનો માર કોના માથે?

સૌથી વધારે ઓક્સિજનની જરૂર અમદાવાદમાં જુહાપુરામાં આવેલી અમિના ખાતુન હોસ્પિટલમાં પડે છે. બીજી તરફ હોસ્પિટલ સત્તાધીશ અમદાવાદ મહાનગર પાલિકા તરફ મીટ માંડીને બેઠા છે. આ અંગે મેડીલિક હૉસ્પિટલ મેનેજીંગ ડિરેકટર શિલ્પા અગ્રવાલના કહેવા પ્રમાણે, ઓકિસજનની અછત સર્જાય ત્યારે બીજી હૉસ્પિટલમાંથી ઓકિસજન મંગવાય છે પરંતુ ભાવ વધારાને કારણે ઓક્સિજન રાખવા માટે હૉસ્પિટલે હવે 5થી 10 લાખ જેટલો ખર્ચ ભોગવવો પડશે. હાલ ઓક્સિજનનો ભાવ 40 રૂપિયા પર ક્યુબેક છે, જે આગામી સમયમાં 42થી 45 સુધી વધી શકે છે. જ્યારે હોલસેલ ભાવ 17 રૂપિયા છે જે 25 રૂપિયા જેવો થશે. હાલ તો આ ભાવની અસર કોરોના દર્દીના ખિસ્સા પર પડશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો- રિલાયન્સ રિટેલને 1.75 ટકાની ભાગીદારી માટે Silver Lakeથી મળ્યા રૂ.7,500 કરોડ
Published by: Kaushal Pancholi
First published: September 27, 2020, 7:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading