અમદાવાદ : કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ પરિવાર સ્મશાનગૃહમાંથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં બીજે લઇ ગયા, નોંધાઇ ફરિયાદ


Updated: October 6, 2020, 9:25 AM IST
અમદાવાદ : કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ પરિવાર સ્મશાનગૃહમાંથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં બીજે લઇ ગયા, નોંધાઇ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

સ્મશાનગૃમાંથી પરિવાર કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહને અંતિમક્રિયા કર્યા વગર જ અન્ય એમ્બ્યૂલન્સમાં લઈ જતા પરિવારનાં સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે. 

  • Share this:
અમદાવાદ : કોરોનાની મહામારી  (Coronavirus) દરમિયાન સંક્રમણ વધે નહિ તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. છતાં પણ કેટલાક દર્દીઓ પોતે કોરોના પોઝિટિવ હોવા છતા હોસ્પિટલ કે ક્વૉરન્ટાઇન થયા હોવા છતાં બહાર ભાગી જતાં હોય છે. અત્યાર સુધીમાં  અમદાવાદમાં (Ahmedabad) આવા અનેક દર્દીઓ સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે.  ત્યારે, ગઇકાલે વી.એસ. સ્મશાન ગૃહમાંથી કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહને અંતિમક્રિયા કર્યા વગર જ અન્ય એમ્બ્યૂલન્સમાં લઈ જતા પરિવારનાં સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે.

નવરંગપુરામાં આવેલા સુશ્રુષા હોસ્પિટલના નોડલ ઓફિસર પૂર્વાંગ પટેલે પોલીસ ફરિયાદ આપી છે કે, તેમની હોસ્પિટલમાં 5મી ઓકટોબરે બપોરે 11 વાગ્યાની આસપાસ રાજસ્થાનના કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બાદમાં ફરિયાદીએ ગાઈડ લાઈન મુજબ કોર્પોરેશનના અધિકારીને આ બાબતની જાણ કરી હતી. કોરોના પોઝિટિવ વ્યક્તિના મૃતદેહની અંતિમ ક્રિયા નક્કી કરેલા સ્મશાન ગૃહ ખાતે થતી હોવાથી ફરિયાદીએ વી.એસ. સ્મશાન ગૃહ ખાતે મૃતદેહની અંતિમક્રિયા માટે સમય માંગ્યો હતો. જેમને અડધો કલાકમાં મૃતદેહ લઇ આવવાની જાણ ફરિયાદીને કરી હતી. પરંતુ મૃતકના કેટલાક સગા આવ્યા ન હોવાથી સાંજના પોણા છ વાગ્યાની આસપાસ હોસ્પિટલના એમ્બ્યુલન્સમાં મૃતદેહને અંતિમ ક્રિયા માટે વી.એસ. સ્મશાન ગૃહ મોકલી આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -  હાઇકોર્ટનો આદેશ : સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા નેતા પાસેથી દંડ વસૂલે સરકાર

જોકે, થોડીવાર બાદ ફરિયાદીએ સ્મશાન ગૃહમાં ફોન કરી હોસ્પિટલમાંથી મોકલેલ મૃતદેહ મળી ગયો છે કે કેમ તે અંગે ખરાઈ કરતા જાણવા મળ્યું હતું કે, સુશ્રુષા હોસ્પિટલમાંથી કોઈ મૃતદેહ વી.એસ. સ્મશાનગૃહમાં આવ્યો નથી. જેથી ફરિયાદીએ આ મામલે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પૂછતા તેણે કહ્યું હતું કે, જ્યારે તેઓ વી.એ સ્મશાનગૃહ પહોંચ્યા તે સમયે એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ત્યાં ઊભી હતી અને આ એમ્બ્યુલન્સ મૃતકના સગા લાવ્યા હોવાનું જણાવ્યું હતું.

આ પણ જુઓ - 
જયારે મૃતકના મૃતદેહને તે એમ્બ્યુલન્સમાં મૂકીને તેમાં એક મહિલા, મૃતકનો પુત્ર અને અન્ય બે વ્યક્તિઓ લઈ ગયા હતા. આ બાબતની જાણ થતા ફરિયાદી એ મૃતકના પુત્રને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતાં અંતે ફરીયાદીની સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં એલિસબ્રિજ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: October 6, 2020, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading