ચૂંટણી પહેલા ગુજરાત આપનું નવું માળખું થયું જાહેર, જાણો કોને મળી કઇ જવાબદારી
ચૂંટણી પહેલા ગુજરાત આપનું નવું માળખું થયું જાહેર, જાણો કોને મળી કઇ જવાબદારી
ઇન્દ્રનીલ રાજગુરુ અને ઇશુદાન ગઢવીની ફાઇલ તસવીર
Gujarat Election 2022: 'બે મહિનામાં લાખો લોકો અને 30,000થી વધુ એક્ટિવ લોકો પાર્ટી સાથે જોડાયા છે. સંગઠનને વિખેરી ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે'
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) પહેલા આમ આદમી પાર્ટીએ (AAP Gujarat) પોતાના ગુજરાતના માળખામાં ધરખમ ફેરફાર કર્યા છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડો. સંદીપ પાઠકે નવા સંગઢનની જાહેરાત કરતા જણાવ્યું કે, ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ અને ઇન્દ્રનિલ રાજ્યગુરૂ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
પ્રેસ કોન્ફરન્સમાં ડો. સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, પરિવર્તન યાત્રા 182 વિધાનસભામાં નીકળી હતી. જેમાં લોકોનો અમને સારો પ્રતિસાદ મળ્યો છે. તેમાં લોકોએ પાર્ટીને જાણી છે. અમે લોકોને જાણવા ગામડું બેઠક પણ કરી હતી. જેમાં જનસંવાદ કર્યો. જનતા આજે બદલાવ માટે તૈયાર છે. તેમને વિકલ્પ જોઈએ છીએ. બે મહિનામાં લાખો લોકો અને 30,000થી વધુ એક્ટિવ લોકો પાર્ટી સાથે જોડાયા છે. સંગઠનને વિખેરી ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. ગામડા સુધીનું સંગઠન રહેશે. પહેલા માળખાની જાહેરાત કરવામાં આવી છે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 12, 2022
ડો. સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવશે. જે તે સમયે અમે તે પણ જાહેર કરીશુ. ઈસુદાન ગઢવીને રાષ્ટ્રીય લેવલે જવાબદારી સોંપવામાં આવી છે. અમારું સંગઠન મોટું બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય લેવલે પણ મોટી પાર્ટી બની છે ત્યારે ઇસુદાન રાષ્ટ્રીય લેવલે નેતા છે અને તેઓ કરી શકે છે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 12, 2022
નવા સંગઠનની જાહેરાત કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ કે, આજનો દિવસ આપના કાર્યકર્તા માટે ઇતિહાસ છે. એક તાકાતવાળું વિશાળ માળખું બનવાની જરૂર હતી. જેથી જૂનું માળખું વિખેર્યું હતુ. ગત મહિને અમે પરિવર્તન યાત્રા કાઢી હતી. આ પરિવર્તન યાત્રા દ્વારા અમે વિધાનસભાની 182 સીટની મુલાકાત લીધી હતી. આ યાત્રામાં લોકોનો સારો પ્રતિસાદ રહ્યો હતો. ગામડા બેઠકમાં અને 10 હજાર ગામડાની ઓળખ કરી છે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 12, 2022
તેમણે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતના લોકો હવે બદલાવ માટે તૈયાર છે. નવા માળખામાં ઈશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સ્ક્રેટ્રી બનાવ્યા છે. લોકો વિકલ્પની રાહ જોઈ રહ્યા છે. જનતા સાથે અને પરમાત્માના આશીર્વાદ હશે તો આ વખતે ચોક્કસ બદલાવ આવશે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 12, 2022
આ પ્રેસમાં ઈશુદાન ગઢવીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, અમારા પદાધિકારીઓનું પહેલું લિસ્ટ જાહેર થઈ ગયુ છે. તમામને અભિનંદન આપીએ છીએ. હજી બીજુ લિસ્ટ આવશે. એક વિધાનસભામાં ચાર સંગઠન મંત્રી રહશે. એટલે કે એક વિધાનસભામાં ચાર બ્લોક પાડવામાં આવ્યા છે. આજના લિસ્ટમાં જેમના નામ રહી ગયા છે એમનું નામ બીજા લિસ્ટમાં આવશે. તમામ લોકોને લઈને એક કાર્યક્રમ રાખવામાં આવશે.
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઈતિહાસ રચવા જઈ રહેલી આમ આદમી પાર્ટીના નવા સંગઠનની પ્રથમ યાદીમાં સ્થાન મેળવનાર સૌ ક્રાંતિકારી સાથીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ!
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 12, 2022
આ સાથે પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું હતું કે, તમામને અભિનંદન આપું છું. અલગ અલગ સેલના પ્રમુખો અને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કામ કરવાનો અનુભવ કર્યા બાદ અને સંદીપ પાઠક આવ્યા બાદ હવે ગુજરાતની ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે લડાશે. ચૂંટણી પરિણામો ચોંકાવનારા હશે.
આમ આદમી પાર્ટી ગુજરાતના નવીન સંગઠનને અનુલક્ષીને પ્રદેશ પ્રભારીશ્રી સંદીપ પાઠકનું પ્રેસમીડિયાને સંબોધન #LIVE https://t.co/m7WoLMzSkp
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 12, 2022
આમ આદમી પાર્ટીના ગુજરાતના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ અંગેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર