Home /News /gujarat /કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર, આ 3 ધારાસભ્યો વિરુદ્ધમાં મત આપી શકે છે

કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર, આ 3 ધારાસભ્યો વિરુદ્ધમાં મત આપી શકે છે

અલેપેશ ઠાકોર (ફાઈલ ફોટો)

કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટેનો વ્હીપ આપ્યો છે.

  હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો માટે આજે ચૂંટણી યોજાવવાની છે. જે માટે ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની રીતે પોતાનાં ધારાસભ્યો સાથે ગુપ્ત મંત્રણા કરી છે. ભાજપનાં અમિત શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે બંધબારણે બેઠક યોજી હતી. ત્યારે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઇને ચૂંટણીનાં બે દિવસ પહેલા પાલનપુરનાં બાલારામ રિસોર્ટમાં ગયા હતાં. કોંગ્રેસનાં આ ઉમેદવારો આજે સવારે રિસોર્ટથી ગાંધીનગર આવવા માટે નીકળ્યાં હતાં.

  કોંગ્રેસનાં આ ધારાસભ્યો વિરુદ્ધમાં મતદાન કરશે

  કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારોને મત આપે તેવી શક્યતા છે. રાજ્યસભાની બેઠકોની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે, તેમ છતાં ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ આપ્યો છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટેનો વ્હીપ આપ્યો છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અલ્પેશ ઠાકોર ,ધવલ ઝાલા અને ભરતજી ઠાકોર કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવારની વિરુદ્ધ મતદાન કરશે.

  આ પણ વાંચો : રાજ્યસભા ચૂંટણી: ભાજપનાં ઉમેદવારોએ જગન્નાથ મંદિરે દર્શન કર્યા

  કયા ધારાસભ્યો રિસોર્ટમાં પહોંચ્યા ન હતા

  કોંગ્રેસ સાથે થોડા સમયથી વિવાદમાં પડેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા રિસોર્ટમાં બધા ધારાસભ્યો સાથે ગયા ન હતાં. આ ઉપરાંત પૂજા વંશ, વિક્રમ માડમ, સુરેશ પટેલ, હિંમતસિંહ પટેલ, શૈલેશ પરમાર,અમિત ચાવડા, ગ્યાસુદ્દિન શેખ, ઇમરાન ખેડાવાલા પણ રિસોર્ટમાં હાજર રહ્યાં ન હતાં.

  કોંગ્રેસને ક્રોસ વોટિંગની ચિંતા છે

  સંખ્યાબળ અને અલગ અલગ ચૂંટણીને પગલે કોંગ્રેસનો પરાજય નક્કી છે. તો પણ તેમને ભય છે કે  તેમના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે. અલગ અલગ ચૂંટણી હોવાથી જેને બહુમતી મળશે તે જીતશે. ભાજપ પાસે સંખ્યાબળ હોવાથી તેના બંને ઉમેદવારનો વિજય નક્કી છે. મહત્વનું છે કે કોંગ્રેસનાં ધારાસભ્યોને પહેલા આબુ લઇ જવાના હતા પરંતુ એકદમ પ્લાન બદલીને તેમને પાલનપુરમાં આવેલા બાલારામ રિસોર્ટમાં લઇ ગયા હતાં.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: ગાંધીનગર`, ગુજરાત, રાજ્યસભા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन