LIVE: MLA મધુ શ્રીવાસ્તવના પુત્ર સાથે યુવકે કરી 20 લાખ રૂપિયાની છેતરપિંડી
LIVE UPDATES: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ- ગાંધીનગરની મુલાકાતે. આજે અમદાવાદમાં ફરી એક ટ્રાફિક ડ્રાઇવની શરૂઆત કરવામાં આવશે. તો આજથી જ દેશમાં IPLની શરૂઆત થવાં જઇ રહી છે. ઉત્તર પ્રદેશનાં ઇલેક્શન રિઝલ્ટ બાદ આજે ફરી એક વખત પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો નોંધાયો છે.
આજે શનિવાર, 26મી માર્ચ 2022 (26 March,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ- ગાંધીનગરની મુલાકાતે. આજે અમદાવાદમાં ફરી એક ટ્રાફિક ડ્રાઇવની શરૂઆત કરવામાં આવશે. તેથી ગાંધીનગર આખુ આજે પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. એક તરફ પાર-તાપી લિંક યોજના અંગે આદિવાસીઓનો વિરોધ મુદ્દે મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાઓ ગાંધીનગર પહોંચ્યા છે. તો કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓના વિરોધ પ્રદર્શન સમયે ઘર્ષણ થયું છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાષણ બાદ વિધાનસભા કૂચ કરવા જતાં પોલીસે કોંગ્રેસના ધારાસભ્યો સહિત આદિવાસી નેતાઓની અટકાયત કરતા ઘર્ષણ થયું હતું. તો આજથી જ દેશમાં IPLની શરૂઆત થવાં જઇ રહી છે. ઉત્તર પ્રદેશનાં ઇલેક્શન રિઝલ્ટ બાદ આજે ફરી એક વખત પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો નોંધાયો છે.