Home /News /gujarat /

ગુડી પડવાની કરોડોની કમાણી છોડી જવેલર્સોએ હડતાળ યથાવત રાખી,મહારાષ્ટ્રીયનોને પડી હાલાકી

સુરતઃ મુંબઇ સોના-ચાંદી બજાર આજે આંચકા પચાવી ભાવો ફર વધી ગયા હતા. વિશ્વ બજારના સમાચારો તેજી બતાવતા હતા. દરમિયાન ભારતમાં એકસાઇઝના વિરોધમાં જવેલર્સની દેશવ્યાપી હડતાળ છેલ્લા 37 દિવસથી ચાલી રહી છે તે હડતાળ આગળ ધપાવવાનો નિર્ણય મુંબઇમાં લેવાયો છેઅને દેશભરમાં પણ જવેલર્સ જડબેસલાક બંધ રહ્યા છે. દેશના ઝવેરી બજારના તથા જવેલર્સના અત્યાર સુધી ઐતિહાસમાંકદાચ પ્રથમ વખત એવું બન્યુ છે કે ગુડીપડવાના તહેવારો વખતે જવેલર્સની દુકાનો બંધ રહી છે. ગુડીપડવાનો તહેવાર મહારાષ્ટ્રીયનોમાં ખાસ માનવામાં આવે છે તથા આ દિવસે તેઓ સોના-ચાંદીની પણ ખરીદી કરે છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

આજે મહારાષ્ટ્રીયન લોકોનો ગુડી પડવાનો તહેવાર છે. આજના દિવસે નવા વર્ષનો શુભ દિવસ માનીને તેઓ દ્વારા સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે છે.

જો કે જવેલર્સોની હડતાળના કારણે તેઓએ ખરીદી કર્યા વગર પાછા જવાનો વારો આવ્યો હતો. આ સાથે વાત કરીએ જવેલર્સો આજના દિવસે કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે.

જો કે એકસાઇઝના વિરોધમાં બંધને પગલે તેઓએ કરોડો રૂપિયાનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યુ હશે કે ગુડીપડવા જેવા મહત્વના તહેવારના ગુજરાતમાં જવેલર્સ બંધ હોય.હાલ તો જવેલર્સોની જે રીતે મહિનાથી હડતાળ ચાલી રહી છે તેને કારણે તેઓએ હાલ તો રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. હવે જોવાનું એ રહ્યુ કે જવેલર્સોની આ લડત ક્યારે અને કેટલા સમયમાં પુર્ણ થાય છે.
First published:

Tags: જવેલર્સ, વ્યાપાર, હડતાળ

આગામી સમાચાર