અમદાવાદ: બજારમાં વેચાતા ઘઉંના લોટ (readymade wheat flour ) કે મેંદાના લોટના પેકેટનો ઉપયોગ લીવર (liver) બગાડી શકે છે તેવો ચોંકાવનારો ખુલાસો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technology University) દ્વારા કરવામાં આવ્યો હતો. આ ખુલાસમાં એ પણ સાબિત થયું છે કે, બજારમાં વેચાતા બ્રાન્ડેડ પેકેજીંગ ચક્કી આંટા સ્વાસ્થ્ય માટે જોખમી છે. ત્યારે આ મામલામાં હવે GTU દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ આમ જનતાને પણ પોતે ઉપયોગમાં લઇ રહેલા લોટનું ફ્રીમાં ટેસ્ટિંગ કરી આપશે. જેથી તેમને પણ ખ્યાલ આવે કે પોતે વાપરી રહેલો લોટ કેવો છે. સાથે જ આ લોટમાં કેમિકલની માત્ર કેટલી છે તેનો રિપોર્ટ 1 કલાકમાં મળી જશે.
આમ તો ઇન્સ્ટન્ટના જમાનામાં લોકો મહેનત કરવાથી દૂર ભાગી રહ્યા છે. અને એ ચક્કરમાં જ જૂની પધ્ધતિ ઘઉંને દળાવી તેનો લોટ ઉપયોગ કરવાની જગ્યાએ હવે બજારોમાં વેચાતા તૈયાર લોટ તરફ વળ્યા છે. જોકે તેમની આ આળસ તેમના સ્વાસ્થ્યને નુકસાન કરી રહી છે. લોકોને એ ખ્યાલ નથી કે, પેકિંગવાળા ખોરાકો અને તેની સાચવણી માટે વપરાતાં જરૂરીયાતથી વધુ માત્રામાં રસાયણીક તત્વોને કારણે તે પદાર્થ અખાદ્ય બની જતો હોય છે.
જેના કારણે કેન્સર અને લીવરની ગંભીર બીમારી થતી હોય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના આસિસ્ટન્ટ પ્રો. ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીની વિદ્યાર્થિની મનાલી મહેન્દ્રસિહ પવાર દ્વારા પેકિંગ ઘંઉના લોટ અને મેદાની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી છે. તેઓએ બજારમાં વેચાતા 20 બ્રાન્ડેડ ઘઉં અને મેંદાના લોટનું પરીક્ષણ કર્યું હતું.
GTUના વાઇસ ચાન્સેલર ડો. નવીન શેઠે જણાવ્યું કે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઑફ ઈન્ડિયાની(FSSAI) ગાઈડલાઈન પ્રમાણે, ઘંઉના લોટ કે મેદાની શ્વેતતા (વાઈટનેસ) અને ગુણવત્તા જળવાઈ રહે તે અર્થે 40 મીલિગ્રામ/કિલોથી ઓછી માત્રામાં “બેન્ઝાઈલ પેરોક્સાઈડનું” મિશ્રણ કરી શકાય છે. જીટીયુ ફાર્મસી દ્વારા કરવામાં આવેલી ચકાસણી દરમિયાન 20% જેટલા સેમ્પલમાં “બેન્ઝાઈલ પેરોક્સાઈડનું” 40 મીલિગ્રામ/કિલોથી વધુ પ્રમાણ જોવા મળ્યું હતું. જે લીવર ખરાબ કરી શકે છે.
જેથી GTUએ નિર્ણય કર્યો છે કે, કોઈ આમ જનતાને આ લોટ જે તેઓ ઉપયોગમાં લઇ રહ્યા છે તેનું ફ્રીમાં ટેસ્ટિંગ કરી આપશે. સાથે જ આ લોટમાં કેમિકલની માત્ર કેટલી છે તેનો રિપોર્ટ 1 કલાકમાં મળી જશે. આ ઉપરાંત ખાદ્ય લોટમાં આ રીતે થઈ રહેલી ભેળસેળ મામલે ગુજરાત અને કેન્દ્રના આરોગ્ય મંત્રાલયમાં જાણ કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર