ECનો બીજેપીને ઝટકોઃ GSTના રેટ કટનો પ્રસાર-પ્રચારમાં નહીં કરી શકાય ઉપયોગ
ECનો બીજેપીને ઝટકોઃ GSTના રેટ કટનો પ્રસાર-પ્રચારમાં નહીં કરી શકાય ઉપયોગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પંચે મોટો આદેશ આપ્યો છે. આયોગે કહ્યું છે કે 178 વસ્તુઓ પર GSTમાં કરવામાં આવેલા ઘટાડાનો પ્રચાર પ્રસાર કરી શકાશે નહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પંચે મોટો આદેશ આપ્યો છે. આયોગે કહ્યું છે કે 178 વસ્તુઓ પર GSTમાં કરવામાં આવેલા ઘટાડાનો પ્રચાર પ્રસાર કરી શકાશે નહીં.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પંચે મોટો આદેશ આપ્યો છે. આયોગે કહ્યું છે કે 178 વસ્તુઓ પર GSTમાં કરવામાં આવેલા ઘટાડાનો પ્રચાર પ્રસાર કરી શકાશે નહીં. ભાજપ દ્વારા 178 ચીજ વસ્તુઓ પર GSTના રેટ ઘટાડવામાં આવ્યા છે. ભાજપ તેના નિર્ણયનો રાજ્યમાં ચૂંટણી પ્રચાર પ્રસાર માટે કરતી હતી ત્યારે ચૂંટણી પંચ દ્વારા તેને મોટો ઝટકો આપવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે GSTમાં રેટ ઘટાડાની જાહેરાતનો ઉપયોગ ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં કરી શકાશે નહીં. ચૂંટણી પંચનું માનવું છે કે GSTમાં કપાતનો પ્રચાર પ્રસાર કરવાથી મતદારોને પ્રભાવિત કરી શકાય છે. જોકે, સરકાર વસ્તુ કે સેવાના નામ માટે ટેક્સને સરળ બનાવવાની પ્રક્રિયા અંગેની માહિતી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે નોટબંદી અને GST હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોટો મુદ્દો છે. રાહુલ ગાંધી દરેક ચૂંટણી રેલીમાં GST અને નોટબંધીને લઈને સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધે છે.
GSTનો ગુજરાતના વેપારીઓએ મોટા પાયે વિરોધ કર્યો હતો. એ જ સમયથી લોકોએ વધતી મોંઘવારીના કારણે કેન્દ્ર સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતની ચૂંટણીમાં ભાજપને તેનું નુકશાન વેઠવું પડતું હતું પરંતુ આ દરમિયાન GST પરિષદની બેઠકમાં 178 ચીજ વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. હવે ફક્ત 57 વસ્તુઓ જ એવી બચી છે જે 28 ટકાના સ્લેબમાં આવે છે. ભાજપ આ કપાતનો લાભ ઉઠાવવા તેના પ્રચાર પ્રસારને વેગ આપે તે પહેલા જ ચૂંટણી પંચે તેના પર રોક લગાવી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર