Home /News /gujarat /

GSEB HSC Result 2022: પરીક્ષાના બે મહિના પહેલા પડી જતા માથામાં હેમરેજ થયું છતાં વિદ્યાર્થિનીએ ટૉપ કર્યુ

GSEB HSC Result 2022: પરીક્ષાના બે મહિના પહેલા પડી જતા માથામાં હેમરેજ થયું છતાં વિદ્યાર્થિનીએ ટૉપ કર્યુ

હીનલ એક્સઝમના બે મહિના અગાઉ નબળાઇના કારણે પડી જતા માથામાં હેમરેજ થઈ ગયું હતું.

અમદાવાદના નરોડા વિસ્તારની રામાણી હીનલની હિંમતને દાદ આપવી જરૂરી છે કારણ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના બે મહિના પહેલા જ તેની સાથે એક એવી દુર્ઘટના બની કે કોઈ બીજું હોય તો પરીક્ષામાંથી ડ્રોપ લઈ લે. પરંતુ હીનલે પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને આખરે હીનલની હિંમત અને મહેનત રંગ લાવી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ (GSEB HSC Result 2022) આજે જાહેર થયું છે. આ પરિણામમાં અમદાવાદ (Ahmedabad)ના કેટલાક એવા તેજસ્વી તારલાઓની મહેનત રંગ લાવી છે. જેઓ મુસીબતોને મ્હાત્ત આપી પરીક્ષામાં અવ્વલ થયા છે અને પરીક્ષામાં ધાર્યું પરિણામ મેળવ્યું છે.

અમદાવાદના નરોડા વિસ્તારની રામાણી હીનલની હિંમતને દાદ આપવી જરૂરી છે કારણ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના બે મહિના પહેલા જ તેની સાથે એક એવી દુર્ઘટના બની કે કોઈ બીજું હોય તો પરીક્ષામાંથી ડ્રોપ લઈ લે. પરંતુ હીનલે પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને આખરે હીનલની હિંમત અને મહેનત રંગ લાવી છે. હીનલ એક્સઝમના બે મહિના અગાઉ નબળાઇના કારણે પડી જતા માથામાં હેમરેજ થઈ ગયું હતું. ડોકટર્સએ એક મહિના બેડરેસ્ટ રહેવા કહ્યું છતાં હીનલએ હિંમત દેખાડી અને ધોરણ 12માં 90 85 % અને 99.50 પરસેન્ટઇલ મેળવ્યા છે.

આ પણ વાંચો- કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર હર્ષ CA બની પિતાની ઈચ્છા પૂરી કરશે

હીનલ જણાવે છે કે તેની આ મહેનતમાં સ્કૂલના ટીચરનો પૂરો સ્પોર્ટ રહ્યો છે. ટીચર ઘરે આવી રિવિઝન કરાવ્યું હતું. ઘરે આવીને ભણાવતા એ જ કારણ છે કે પરિણામમાં A1 ગ્રેડ મેળવ્યો. હીનલ હવે IT માં કારકિર્દી બનાવવા માંગે છે. આવી જ એક વિદ્યાર્થિની રાઠોડ નિહારિકા કાંતિ ભાઈ છે. જેણે ધોરણ 12માં 86 % મેળવ્યા અને 98.19 પરસેન્ટઇલ મેળવ્યા છે.

આ પણ વાંચો- અમદાવાદના ડૉક્ટર દંપતીએ 510 કિલોમીટર સાઇક્લિંગ કરીને સર્જ્યો રેકોર્ડ

નિહારિકાની કહાની પણ કંઈક આવી જ છે. કોરોનાની પહેલી લહેર શરૂ થઈ અને પિતાએ કમ્પાઉડર તરીકેની 25 વર્ષની નોકરી ગુમાવી દીધી. માતા એ આંગણવાડીમાં નોકરી કરવાની ફરજ પડી. છતાં દીકરીને ભણાવવામાં માતા-પિતાએ કોઈ કચાશ ન રાખી. આખરે નિહારિકા પરીક્ષા ટોપ કરી હવે તે CA બનવા ઇચ્છી રહી છે. તો જુહાપુરામાં રહેતા સાનિયા શેખએ ધોરણ 12માં 82.85% અને 95.40 પરસેન્ટઇલ મેળવ્યા છે. પિતા આસિફભાઈ વર્ષોથી હેર સલૂન ચલાવે છે. માતા હાઉસ વાઈફ છે. પોતાની મહેનતના જોરે આગળ વધેલી સાનિયા એમ કોમ કરી પ્રોફેસર બનવા માંગે છે.
Published by:rakesh parmar
First published:

Tags: A1 Students in GSEB HSC Result, GSEB, GSEB HSC Result Live Updates, GSEB Results 2022

આગામી સમાચાર