ન્યૂઝ18 ગુજરાતી : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ભવિષ્યની કેડી કંડારવાનો મહત્વનો પડાવ છે. આ પરીક્ષા અને ગુજકેટમાં ઉત્તીર્ણ થયા બાદ ક્યાં જવું ? કઈ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવો ? કઈ કોલેજમાં એડમિશન લેવું ? વગેરે જેવા પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવતા હોય છે. આ માટે પ્રત્યેક વિદ્યાર્થીએ પહેલા તો ખુદની અભિરુચિ (એટ્ટીટ્યૂડ) અને એપ્ટિટ્યૂડએ(અભિક્ષમતા) જણાવી પૂછશે, આ માટે જાતને પૂછો: ‘મને ક્યા પ્રકારના કાર્યમાં વિશેષ આનંદ આવે છે? કર્યું કામ ગમતું છે?‘મારામાં ક્યા પ્રકારની આવડત કે લાક્ષણિકતા છે જે મને ગમતા કામમાં મદદરૂપ છે? ‘મારે કારકિર્દીને ક્યાં સુધી લઇ જવી છે? એટલે કે જીવનમાં શું શું મેળવવું છે?
આ પ્રક્રિયા પછી ચાલો જોઇએ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પછીના કારકિર્દી વિકલ્પો વિષે જાણીયે:
“A” Group : Physics, Chemistry, Mathematics ભણેલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ (આઇટી, કમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ્સ, મિકેનિકલ, સિવિલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, એન્વાર્યમેન્ટલ એન્જિનિયરિંગ વગેરે) ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઈનિંગ, આર્કિટેક્ચર, બિલ્ડિંગ કન્સ્ટ્રકશન વગેરે કોર્સિસ ઉપલબ્ધ છે. ‘ઓટોમોબાઇલ, ટેક્સ્ટાઇલ, ફેશન ડિઝાઈનિંગ, એરોનોટિક્સ એન્જિનિયરિંગ, બાયોટેક્નોલોજી, બાયોમેડિકલ, સિવિલ એન્જિનિયરિંગ, રોબોટિક્સ એન્જિનિયરિંગ વગેરે પણ ઉપલબ્ધ છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ વિકસતી શાખા છે.
“B” Group- Physics, Chemistry, Biology ભણેલા વિદ્યાર્થીઓ મેડિકલ (એમબીબીએસ, ડેન્ટલ-બીડીએસ, ફિઝિયોથેરાપી-બીપીટી, આયુર્વેદ- બીએએમએસ, હોમિયોપેથી-બીએચએમએસ, ફાર્મસી-બી. ફાર્મ., ઓકયુપેશનલ થેરપિસ, બીએસસી (નર્સિંગ, ઓપ્ટોમેટ્રી), ઓર્થોટિક્સ- પ્રોસ્થેટિક્સ, નેચરોપથી. આ ઉપરાંત પણ અન્ય અભ્યાસક્રમો રૂચિ પ્રમાણે કે પરિવારના વ્યવસાય પ્રમાણે પસંદ કરી શકાય છે. જેમ કે, આયુર્વેદમાં બેચલર ઓફ ફાર્મસી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ એન્ડ ટેક્નોલોજી, એગ્રિકલ્ચર યુનિ.માં ચાલતો વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, આણંદમાં ચાલતો ડેરી ટેક્નોલોજી કોર્સ, એગ્રિકલ્ચર યુનિ. અન્ય ડિગ્રી કોર્સ, બીએસસી ઇન માઇક્રોબાયોલોજી, બાયોટેક્નોલોજી, ઝૂલોજી, બોટની વગેરે ભણી શકે છે.
યાદ રહે, ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહમાંથી પાસ થયા બાદ વિદ્યાર્થી સાયન્સ સાથે કોમર્સ અને આર્ટસ વિદ્યાશાખામાં તો પ્રવેશ મેળવી જ શકે છે. BSc-MSc-PhD, BA-MA, BCom-MCom, BBA-MBA, BCA-MCA, BEd-Med, CA, BCJP (Journalism), BHM-MHM (હોટલ મેનેજમેન્ટ) ‘સ્નાતક પછી GPSC, UPSC, CAT-GCET વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફનું ધ્યેય પૂર્વ નિશ્વિત હોય તો ધો.૧૨ પછીનો કોર્સ પસંદ કરવામાં આ ફેકટર ધ્યાન પર રાખી પસંદગી કરવી આવશ્યક છે. વળી, પ્રાયમરી ટીચર બનવા માટે પીટીસીનો કોર્સ, કોઇપણ વિષય સાથે બીએસસીમાં આગળ અભ્યાસ ન કરવો હોય તો બીએ વિથ ઇંગ્લિશ કે અન્ય કોઇ વિષય સાથે પણ અભ્યાસ કરી શકાય.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર