ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તરફથી ગુરુવારે સવારે નવ વાગ્યે અધિકૃત રીતે ધોરણ-12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા Gujarati.News18.com અને બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોરણ-12 સાયન્સનું પરિણાણ 71.90 ટકા જાહેર કરવામાં આવ્યું છે.
ન્યૂઝ18 ગુજરાતી પર જાણો પરિણામ :
ધોરણ-12 સાયન્સના પરિણામ પર એક નજર :
- કુલ 139 કેન્દ્ર/પેટા કેન્દ્ર પર 1,47,789 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.
- 1,46,808 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું 71.90 ટકા પરિણામ જાહેર.
- ગુજકેટ પરીક્ષામાં A ગૃપમાં 55,512, B ગૃપમાં 75,811, AB ગૃપમાં 361 મળી કુલ 1,31,684 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- વિદ્યાર્થીઓનું પરિણામ 71.83%
- વિદ્યાર્થિનીઓનું પરિણામ 72.01%
- ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ 91.60% પરિણામ
- બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 27.19% પરિણામ
- રાજકોટ જિલ્લાનું સૌથી વધારે 84.47% પરિણામ
- છોટા ઉદેપર જિલ્લાનું સૌથી ઓછું 29.81% પરિણામ
- 35 સ્કૂલોનું રિઝલ્ટ 100%
- 10% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 49
- A1 ગ્રેડ પ્રમાણપત્ર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 254
- A2 ગ્રેડ પ્રમાણપત્ર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 3690
- અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.13 %
- ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 %
- A ગ્રુપનું પરિણામ 78.92 %
- B ગ્રુપનું પરિણામ 67.26 %
- AB ગ્રુપનું પરિણામ 64.29 %
- પરીક્ષા દરમિયાન નોંધાયેલા કોપીકેસ 365
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર