ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 2019-20થી ધો.10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વનાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધો.10ની 2020ની માર્ચ બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 33 માર્કસ લાવવાના રહેશે. મહત્વનું છે કે હાલ પરીક્ષામાં પાસ થવા માટે 35 માર્કની જરૂર હોય છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાના માળખામા અને પરીક્ષા પદ્ધતિમાં કરાયેલા ફેરફારોને લઈને બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને 2019-20ના વર્ષ માટે જાણ કરી દેવા સૂચના આપી હતી. 2019-20ના શૈક્ષણિક વર્ષથી લાગુ થનારા આ નવા ફેરફારો મુજબ ધો.10ની માર્ચ 2020ની બોર્ડ પરીક્ષામાં 50 એમસીક્યુને બદલે 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાનો ગુણભાર 70 ટકાને બદલે 80 ટકા રહેશે.