ગુજરાતમાં ગ્રામપંચાયત અને નગર પાલિકાની ચૂંટણીની નગારા વાગવા લાગ્યા છે. રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ ગુજરાતના ગામડાઓ જીતવા માટે તનતોડ કરી રહ્યા છે. હાલમાં આ ચૂંટણીને લઈ સમાચાર આવ્યા છે કે, રાજ્યની 1425 ગ્રામ પંચાયત પૈકી 214 સમરસ થઈ છે. 1425 ગ્રામપંચાયત માટે 22036 સભ્યોએ ફોર્મ ભર્યું છે. જ્યારે 5928 ઉમેદવારોએ સરપંચ માટે ફોર્મ ભર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામપંચાયતની ચૂંટણી 4 ફેબ્રુઆરીએ યોજાવાની છે. જેની મતગણતરી 6 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. ચૂંટણીમાં સિક્યોરિટી સહિતની વ્યવસ્થા જે તે જીલ્લાના કલેક્ટરને સોંપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં 10 ટકા ઈવીએમ રિઝર્વ રાખવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લાઈવ અપડેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર