Home /News /gujarat /GPSC ક્લાસ-1 અને 2ની પ્રિલીમનરી પરીક્ષાનું પરિણામ જાહેર, 4997 ઉમેદવાર પાસ

GPSC ક્લાસ-1 અને 2ની પ્રિલીમનરી પરીક્ષાનું પરિણામ જાહેર, 4997 ઉમેદવાર પાસ

પ્રતિકાત્મક તસવીર

જીપીએસસી દ્વારા ક્લાસ 1 અને 2ની 294 જગ્યા માટે તારીખ 21 ઓક્ટોબરના રોજ પ્રિલીમનરી પરીક્ષા યોજવામાં આવી હતી.

    ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન દ્વારા ક્લાસ-1 અને ક્લાસ-2ની પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં 4997 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ઉત્તિર્ણ થયા છે. હવે આ તમામ વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપી શકશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસ, ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસની કુલ 294 જગ્યાઓ માટે પ્રિલીમનરી પરીક્ષા યોજવામાં આવી હતી. જીપીએસસી દ્વારા આ પરીક્ષામાં ઉત્તિર્ણ થનારા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં 4997 ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષા માટે પાસ થયા છે.

    જીપીએસસીની વેબસાઈટ પર આપેલી માહિતી અનુસાર, પ્રિલીમનરી પરિક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ હવે મુખ્ય પરીક્ષા આપી શકશે. મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ફરી અરજી પત્રક ભરવાનું રહેશે. અગામી મુખ્ય પરીક્ષા માટે ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

    Result જોવા અહીં ક્લીક કરો

    ઉલ્લેખનીય છે કે, જીપીએસસી દ્વારા ક્લાસ 1 અને 2ની 294 જગ્યા માટે તારીખ 21 ઓક્ટોબરના રોજ પ્રિલીમનરી પરીક્ષા યોજવામાં આવી હતી. લગભગ 2 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 4997 ઉમેદવારો પાસ થયા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: GPSC, Results

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन