Home /News /gujarat /કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે સંસદમાં કહ્યું- દેશને આવા પિતા પર ગર્વ છે...

કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે સંસદમાં કહ્યું- દેશને આવા પિતા પર ગર્વ છે...

લોકસભામાં આજે ગૃહમંત્રી રાજનાથસિંહે લખનૌ એન્કાઉન્ટમાં ઠાર કરાયેલ શકમંદ આતંકી સૈફુલ્લાહનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં સ્પીચ આપતાં એમણે કહ્યું કે, એમપી પોલીસ દ્વારા મળેલી માહિતી બાદ યૂપી એટીએસની ટીમે શકમંદ આતંકીનો ઠાર કર્યો હતો. રાજનાથસિંહે કહ્યું કે, સૈફુલ્લાહને સરેન્ડર કરવામા માટે પણ કહેવાયું હતું પરંતુ જ્યારે એણે પોતાની જાતને સરેન્ડર ન કરી તો પછી બાદમાં એટીએસની ટીમે એને મારવો પડ્યો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી #લોકસભામાં આજે ગૃહમંત્રી રાજનાથસિંહે લખનૌ એન્કાઉન્ટમાં ઠાર કરાયેલ શકમંદ આતંકી સૈફુલ્લાહનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં સ્પીચ આપતાં એમણે કહ્યું કે, એમપી પોલીસ દ્વારા મળેલી માહિતી બાદ યૂપી એટીએસની ટીમે શકમંદ આતંકીનો ઠાર કર્યો હતો. રાજનાથસિંહે કહ્યું કે, સૈફુલ્લાહને સરેન્ડર કરવામા માટે પણ કહેવાયું હતું પરંતુ જ્યારે એણે પોતાની જાતને સરેન્ડર ન કરી તો પછી બાદમાં એટીએસની ટીમે એને મારવો પડ્યો.

    સુરક્ષા એજન્સીઓની આ કાર્યવાહીના વખાણ કરતાં રાજનાથસિંહે કહ્યું કે, સુરક્ષા એજન્સીઓને કારણે એક મોટો ખતરો ટળ્યો છે. સૈફુલ્લાહ પાસેથી 8 પિસ્તોલ મળી આવી છે. સૈફુલ્લાહના પિતા દ્વારા એની લાશ લેવાનો ઇન્કાર કરતાં આ અંગે રાજનાથસિંહે કહ્યું કે, અમને સૈફુલ્લાહના પિતા પ્રત્યે સહાનુભૂતિ છે. દેશને આવા પિતા પર ગર્વ છે.

    રાજનાથસિંહે સંસદમાં અમેરિકામાં થયેલ ભારતીયોની હત્યાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, યૂએસમાં થઇ રહેલી ભારતીયોની હત્યાને ગંભીરતાથી લીધી છે. આ મામલે આગામી સપ્તાહે વધુ પ્રકાશ પાડીશ. ગૃહ મંત્રાલયને એમપીથી ઘટનાની એફઆઇઆરની કોપી મળી છે. યૂપીથી પણ એફઆઇઆરની કોપી મળ્યા બાદ આ મામલે એનઆઇએને તપાસ સોંપવામાં આવશે.

    અહીં નોંધનિય છે કે, શકમંદ આતંકી સૈફુલ્લાહના અનેકાઉન્ટર બાદ યૂપી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી ચોંકવનારા તથ્યો ઉજાગર કર્યો હતા. પોલીસના અનુસાર સૈફુલ્લાહ સહિત ઉત્તરપ્રદેશથી ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ આઇએસઆઇએસ સાથે સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા છે. પ્રાથમિક તપાસના આધારે આ કટ્ટરપંથી છે જે પોતાને આઇએસઆઇએસ ખુરાસાન ગ્રુપના સભ્યો ગણાવે છે.
    First published:

    Tags: ગુજરાતી ન્યૂઝ વીડિયો, ગુજરાતી સમાચાર, રાજનાથસિંહ, લોકસભા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો