Home /News /gujarat /

સરકારી મેડિકલ કોલેજમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથીઃ કોંગ્રેસ

સરકારી મેડિકલ કોલેજમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથીઃ કોંગ્રેસ

ગુજરાત સરકાર દ્વારા પ્રજાના આરોગ્યને લઇને બજેટમાં અનેક જોગાવાઇ કરવામાં આવે છે પણ સરકારી મેડિકલ કોલેજમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી.

ગુજરાત સરકાર દ્વારા પ્રજાના આરોગ્યને લઇને બજેટમાં અનેક જોગાવાઇ કરવામાં આવે છે પણ સરકારી મેડિકલ કોલેજમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# ગુજરાત સરકાર દ્વારા પ્રજાના આરોગ્યને લઇને બજેટમાં અનેક જોગાવાઇ કરવામાં આવે છે પણ સરકારી મેડિકલ કોલેજમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મેડિકલ કોલેજમાં રહેલી ખાલી જગ્યાના પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રી દ્વારા લેખીતમાં જવાબ આપવામાં આવ્યો છે કે, ગુજરાતની 6 સરકારી મેડીકલ કોલેજમાં વર્ગે 1 થી લઇ વર્ગ 4 સુધીમાં કુલ 1690 જગાઓ ખાલી છે.

જો ગુજરાતમાં યોગ્ય શિક્ષિત ડોક્ટર નહી હોય તો ગુજરાતીઓનું આરોગ્ય ક્યાંથી સારૂ રહેશે. આ સવાલ ત્યારે સર્જાય છે જ્યારે આપણી નજર ગુજરાતની મડીકલ કોલેજમાં રહેલી ખાલી જગ્યાઓ પર પડે છે. અમદાવાદની બીજે મેડીકલ કોલેજની વાત કરવામાં આવે તો તેનું મંજૂર મહેકમ 849નું મહેકમ છે. જેની સામે 393 જગ્યાઓ કાયમી ભરાયેલી છે. જ્યારે 58 જગ્યાઓ સીધી ભરતી અને ફિક્સ પગારથી ભરતી કરવામાં આવી છે. કુલ 317 જગ્યાઓ 31 ડિસેમ્બર 2015 સુધીની સ્થિતીએ ખાલી છે.

સરકારનો દાવો છે કે, સરકાર દ્વારા હાલ એક યોજના દ્વારા ડોક્ટરોની અછત દૂર થાય તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત આરોગ્યક્ષેત્રે આગળ વધે તે માટે સરકાર સતત કામ કરી રહી છે.
First published:

Tags: આક્ષેપ, કોંગ્રેસ, કોલેજ, નથી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन