Home /News /gujarat /

AHEMDABAD: ઈ-સાઈકલમાં સબસિડીનો અભાવ, રાજ્ય સરકાર કેમ નથી અપાતી સબસિડી

AHEMDABAD: ઈ-સાઈકલમાં સબસિડીનો અભાવ, રાજ્ય સરકાર કેમ નથી અપાતી સબસિડી

ઈ-કાર્ગોમાં રૂ. 15,000ની મર્યાદા સુધી 33% સબસિડી આપવાની પણ જાહેરાત

ગુજરાત સરકારના પ્રયાસોમાં બેટરીથી ચાલતા ટુ-વ્હીલરનો સમાવેશઈ-કાર્ગોમાં રૂ. 15,000ની મર્યાદા સુધી 33% સબસિડી આપવાની પણ જાહેરાતઇ-સાઇકલની કિંમત રૂ. 25,000 થી રૂ. 55,000 વચ્ચે હોય છે.

    અમદાવાદ: ઇ-સાઇકલ (E-cycle) ઇંધણની બચત કરે છે. પર્યાવરણને (Environment) અનુકૂળ છે અને સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક (Electric) ટુ-વ્હીલરની ખરીદી માટે સબસિડી (Subsidy) આપે છે. તેમ છતાં ઇ-સાઇકલમાં સબસિડી આપવામાં આવતી નથી.

    ગુજરાત સરકારના પ્રયાસોમાં બેટરીથી ચાલતા ટુ-વ્હીલરનો સમાવેશ

    અમદાવાદમાં (Ahmedabad) સાઇકલ સવારો સાથે હંમેશા સાવકી માતા જેવું વર્તન કરવામાં આવ્યું છે. પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન વ્હિકલને (Green Vehicle) પ્રોત્સાહિત કરવાના ગુજરાત સરકારના પ્રયાસોમાં બેટરીથી ચાલતા ટુ-વ્હીલરનો (2-Wheeler) સમાવેશ થાય છે.

    પરંતુ ઈ-સાયકલનો સમાવેશ થતો નથી. વ્યંગાત્મક રીતે રાજ્યમાં 25,000 થી રૂ. 60,000 ની ખરીદીની સબસિડી સાથે ઇલેક્ટ્રિક મોટરસાઇકલ અને સ્કૂટરને પ્રોત્સાહન આપે છે. પરંતુ ઇ-સાઇકલો આવી સબસિડીની મર્યાદાની બહાર રહે છે.

    ઈ-કાર્ગોમાં રૂ.15,000ની મર્યાદા સુધી 33% સબસિડી આપવાની પણ જાહેરાત

    દિલ્હી (Delhi) સરકાર ઈ-સાયકલના પ્રથમ 10,000 ખરીદદારો પર રૂ. 5500 સુધીનું 25% ખરીદી પ્રોત્સાહન આપનાર દેશનું પ્રથમ રાજ્ય છે. તે પ્રથમ 1000 વ્યક્તિગત ઈ-સાયકલ માલિકો માટે રૂ. 2000 ની વધારાની સબસિડી પણ ઓફર (Offer) કરે છે.

    આ ઉપરાંત તેણે ઈ-કાર્ગો સાયકલની કિંમત પર રૂ. 15,000ની મર્યાદા સુધી 33% સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. આ ફૂડ ડિલિવરી અને ઈ-કોમર્સ (E-Commerce) ભાગીદારોને સમર્થન આપવા માટે કરવામાં આવી રહ્યું છે.

    ઈ-સાયકલના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા.સબસિડી આપવા માંગ કરાઈ.

    તાજેતરમાં ઈ-સાયકલના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા અને અન્ય ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સ માટે સમાન પ્રોત્સાહનોની સમકક્ષ પ્રવાસીઓ (Tourists) માટે સબસીડી યોજના દ્વારા ઈ-સાયકલની માંગ ઉભી કરવા રાજ્યની મદદ માંગી હતી.

    આ અંગે હીરો (Hero) સાયકલના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે તેના માટે એક પાયલોટ પ્રોજેક્ટની દરખાસ્ત કરવામાં આવી છે અને મુખ્યમંત્રીનો પ્રતિસાદ હકારાત્મક રહ્યો છે. સાયકલિંગ (Cycling) ઉદ્યોગને આગળ લઈ જવા જણાવ્યું છે. જો કે રાજ્યએ આ અંગે હજુ નિર્ણય લીધો નથી.

    ઇ-સાઇકલની કિંમત રૂ. 25,000 થી રૂ. 55,000 વચ્ચે હોય છે.

    કેટેગરી (Category) અને બેટરી (Battery) રેન્જના આધારે ઇ-સાઇકલની કિંમત રૂ. 25,000 થી રૂ.55,000 વચ્ચે હોય છે. મોટા ભાગના લોકો કે જેઓ રોજિંદા મુસાફરી, લેઝર અથવા રમતગમત માટે તેને ખરીદવા માંગે છે.

    ઈ સાયકલ સબસિડી અંગે ACS ટ્રાન્સપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે ઇ-સાઇકલ પર સબસિડી રાજ્ય સરકારની (Government) નીતિ નથી. તે કેન્દ્ર સરકારની નીતિમાં પણ નથી. અમારી પાસે ઈ-સાયકલને સબસિડી આપવાની કોઈ તાત્કાલિક યોજના નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat goverment, ગાંધીનગર, ગુજરાત સરકાર

    આગામી સમાચાર