Home /News /gujarat /

સરકારે કરી મહત્વની જાહેરાતો, 6,850 શિક્ષકોની થશે ભરતી

સરકારે કરી મહત્વની જાહેરાતો, 6,850 શિક્ષકોની થશે ભરતી

નીતિનભાઈ પટેલે ખેડૂતોને અનુલક્ષી જણાવ્યું કે, રાજ્યમાં 33 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી...

નીતિનભાઈ પટેલે ખેડૂતોને અનુલક્ષી જણાવ્યું કે, રાજ્યમાં 33 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી...

    ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે, જેમાં સરકાર દ્વારા 6850 શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે રાજ્યની શાળાઓમાં ખાલી પડેલ 1566 જેટલી આચાર્યોની જગ્યાઓ પણ ભરવામાં આવશે. એટલું જ નહી ઉચ્ચત્તર-માધ્યમિક શાળાઓમાં 2396 મદદનીશ શિક્ષકોની ભરતી કરવાની પણ મંજૂરી આપવાની જાહેરાત કરી છે.

    રાજ્ય સરકાર તરફથી નાયબ મુખ્યપ્રધા નીતિન ભાઈ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી કે, રાજ્યમાં 6850 શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે ખાલી પડેલ 1566 આચાર્યોની જગ્યા ભરવા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. એટલું જ નહીં તેમણે વડોદરામાં છાણી જકાત નાકા રોડ પર ટોલ ફ્રી કરવાની પમ જાહેરાત કરી છે.

    નીતિનભાઈ પટેલે ખેડૂતોને અનુલક્ષી જણાવ્યું કે, રાજ્યમાં 33 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને હાર્યા બાદ હજુ પણ કળ વળી નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Goverment Employee, Important, Teachers, નિતિન પટેલ, સરકાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन