આ વર્ષે રાજ્યમાં મેઘરાજા નારાજ થયા છે, અપૂરતા વરસાદને કારણે પીવાના પાણીની તંગી તો સર્જાઇ છે પરંતુ એનાથી પણ વધારે ધરતીના તાત પર આફત આવી પડી છે, નદી-નાળા સૂકાઇ રહ્યાં છે તો બોરના પાણી ઉંડા જઇ રહ્યાં છે, એવામાં ખેડૂતોએ સરકાર પર આશા બાંધી છે, સરકાર કરોડોના ખર્ચે જે કેનાલો બનાવી છે તેમાં એક બે પાણ નીકળી જાય એટલું પાણી તો છોડશે, પરંતુ સ્થિતિ કંઇક અલગ સામે આવી છે. સરકારે કેનાલોની ફરતે પોલીસ ગોઠવી દીધી છે.
વાત એવી છે કે મોરબીના માળિયા બ્રાંચ કેનાલ ફરે એસઆરપીની ત્રણ ટૂકડી તહેનાત કરી છે. આ પાછળનું કારણ એવું છે કે કેનાલમાં છોડવામાં આવતા પાણીની અધવચ્ચેથી જ ચોરી ન થાય. આ ટૂકડી હળવદના માલણીયાદ ગામે એસઆરપીની ટૂકડીએ ધામા નાખ્યા છે. આ ટીમ કેનાલ પર સતત પેટ્રોલીંગ કરી કેનાલનું ધ્યાન રાખશે. બીજી બાજુ ક્લેક્ટરે જાહેરામું બહાર પાડ્યું છે જેમાં ખેતરમાં ગેરકાયદેશર વીજ જોડાણ કરતાં લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મોરબી જિલ્લામાંથી આવા 20 જોડાણ પકડાયા હતા.
એક તરફ રાજ્યમાં પીયતના પાણીની અછત છે તો બીજી બાજુ સરકાર ઘોર નિંદ્રામાં છે, આવો આરોપ વિપક્ષના નેતાઓ કરી રહ્યાં છે, પાટણમાં રવિ પાક માટે નર્મદાનું પાણી ન મળતાં ખેડૂતોમાં રોષની લાગણી પ્રવર્તિ છે. જેના કારણે ખેડૂતોએ બહેરી સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે માટે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પાટણના ધારાસભ્યએ ખેડૂતોના સાથે રાખી ખાલી કેનાલમાં વોલીબોલ રહ્યાં હતાં.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર