Home /News /gujarat /

શહેરોમાં કચરો બહાર ફેંકવા પર દંડનાત્મક પગલા લેવા સરકાર વિચારી રહી છે: રૂપાણી

શહેરોમાં કચરો બહાર ફેંકવા પર દંડનાત્મક પગલા લેવા સરકાર વિચારી રહી છે: રૂપાણી

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન દરમ્યાન રાજ્યમાં કચરાના ઢગલાઓ દૂર કરી સ્વસ્થ-તંદુસ્ત ગુજરાતના નિર્માણની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે.

    વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી 11 જુન દરમ્યાન રાજ્યમાં યોજાઇ રહેલા પર્યાવરણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીએ આજે અમદાવાદના સાણંદમાં માર્ગોની સફાઇ કરીને શ્રમદાન કર્યુ હતું.

    વિજય રૂપાણીએ એવો પણ સંકેત આપ્યો કે, રાજ્યના 400 જેટલા મોટા શહેરો-નગરોમાં કચરો બહાર ફેંકવા સામે દંડનાત્મક કાર્યવાહી કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર વિચારી રહી છે.

    તેમણે કહ્યું કે, કોઇ પણ વ્યકિત જાહેરમાં કચરો ન ફેંકે તે માટેની સમજણ અને જનજાગૃતિ આ અભિયાન અંતર્ગત જગાવવામાં આવશે. 51 હજાર જેટલી શણની થેલીઓ-જ્યુટ બેગ્સનું વિતરણ પણ આ અભિયાનના સપ્તાહ દરમ્યાન કરાશે.

    મુખ્યમંત્રીએ સાણંદ નગરના બસમથક પાસે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરીને સાણંદ નગરપાલિકાના આ સ્વછતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.



    મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, સાણંદ ઉધ્યોગને આધારે સમગ્ર વિશ્વમાં જાણીતું શહેર બન્યું છે ત્યારે સાણંદની સ્વચ્છતાને પણ વિદેશના લોકો આવકારે તેવું ચોખ્ખુ ચણાક બનાવવું છે. સાણંદને સ્વચ્છ રાખવા માટે 8 હજાર ડસ્ટબિનનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું તેની તેમણે પ્રશંસા કરી હરી.

    રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, પ્લાસ્ટિક વિકાસનું મટિરિયલ છે પરંતુ 50 માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટિક જળ, જમીન બગાડવા સાથે પર્યવરણ પણ બગાડે છે તેથી પ્લાસ્ટિકનો વિવેકપુર્ણ ઉપયોગ અનિવાર્ય છે. આજે નહી તો કાલે આ પણ સમજવું પડશે. તો આજે જ તેની જરૂરિયાત સમજી શા માટે અમલ ન કરવો...? તેમણે ઉમેર્યુ કે કચરો નહી હોય તો ગંદકીથી થતા રોગ પણ અટકશે અને સ્વચ્છ-તંદુરસ્ત ભાવિ પેઢીનું નિર્માણ કરી શકાશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Vijay Rupani, World Environment Day

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन