Home /News /gujarat /ગુજરાત સરકાર હવે જાગી, રાજ્યમાં ફાયર સેફ્ટી ચેકિંગનો આદેશ

ગુજરાત સરકાર હવે જાગી, રાજ્યમાં ફાયર સેફ્ટી ચેકિંગનો આદેશ

  સુરતની ઘટના બાદ મુખ્યમંત્રીએ મોટા શહેરો, જિલ્લા મથકોના કેન્દ્રોમાં હોસ્પિટલ-શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અને આપદા પ્રબંધનની અસરકારકતા અંગે ઉચ્ચસ્તરીય ટીમ બનાવી વ્યાપક તપાસ કરવા વહીવટીતંત્રને સૂચના આપી છે. ત્યારબાદ તપાસ ટીમનો અહેવાલ મુખ્ય સચિવને અપાશે. મુખ્ય સચિવ જાતે આ તપાસની દેખરેખ રાખશે.

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટનાની તલસ્પર્શી માહિતી માટે સુરત પહોંચીને નિરીક્ષણ કર્યુ અને વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીએ આ ઘટનાને પગલે રાજ્યના મોટા શહેરો તથા જિલ્લા મથકો સુધીના કેન્દ્રોમાં આવેલી હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અને આપદા પ્રબંધનના સાધનો વસાવવામાં આવ્યા છે કે કેમ ? તેમજ રાજ્ય સરકારના આદેશોનું પાલન થઇ રહ્યું છે કે કેમ તેની સધન તપાસના આદેશો આપ્યા છે.

  એક ક્લિક કરીને જાણો ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ

  અહીં ક્લિક કરી વાંચોઃ 'કૂદવા સિવાય કોઇ ઓપ્શન ન હતો' સુરત આગમાં બચી ગયેલો વિદ્યાર્થી

  મુખ્યમંત્રીએ આ તમામ સ્થળોની ફાયર સેફ્ટી, આપદા પ્રબંધન અને ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટેની વ્યવસ્થાઓ વ્યાપક પણે ચકાસવા ફાયર નિષ્ણાંતો, માર્ગ-મકાનના કાર્યપાલક ઇજનેર, મ્યુનિસિપાલિટી અને મહાનગર પાલિકાના સંબંધિત અધિકારીઓની ટીમ તાકીદે તપાસ હાથ ધરીને રાજ્યના મુખ્ય સચિવને અહેવાલ આપશે તેમજ મુખ્ય સચિવ જાતે આ વ્યાપક તપાસની દેખરેખ રાખશે તેવી સુચનાઓ પણ આપી છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ 20 માતાઓનો ખોળો થયો સૂનો, લાડકવાયાને મોકલ્યો હતો ભણવા, આવ્યો મૃતદેહ

  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરતની આ આગની દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે અને આ ઘટનામાં જવાબદાર પરિબળો અને કારણોના મૂળ સુધી પહોંચવા ફોરેન્સીક સાયન્સ એક્સપર્ટની મદદ લેવા માટેના પણ આદેશો કર્યા છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Fire Accident, Fire safety

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन