Home /News /gujarat /

લોકસભા ચૂંટણીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

લોકસભા ચૂંટણીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

મતદાન કરતા કર્મચારીઓ

લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ, જવાનો અને પોલીસકર્મીઓએ આજે બીજા દિવસે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

    ન્યૂઝ18ગુજરાતીઃ લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ, જવાનો અને પોલીસકર્મીઓએ આજે બીજા દિવસે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. અલગ અલગ જગ્યાઓ પર મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેડા, રાજકોટ, અરવલ્લી, ભરૂચ, નર્મદા, બોટાદ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાઓમાં પોસ્ટલ મતદાન કરાયું.

    ખેડા જિલ્લાની વાત કરીએ તો 3300 જેટલા સરકારી કર્મચારીઓએ પોસ્ટ બેલેટથી મતદાન કર્યું. તો રાજકોટમાં હોમગાર્ડ સહિત 1600 પોલીસ જવાનોએ મતદાન કર્યું હતું. અરવલ્લીના મોડાસામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા 2771 કર્મચારીઓએ મતદાન કર્યું હતું. સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરાયું હતું. ભરૂચના પોલીસ હેડ ક્વાટર્સમાં પોસ્ટલ બેટેલથી મતદાન કરાયું જેમાં 6 હજારથી વધુ સરકારી કર્મચારીઓએ પોતાનો મત આપ્યો... તો બોટાદમાં 646 જેટલા જવાનોએ મતદાન કર્યું. બારડોલીની વાત કરીએ તો પાંચ વિધાનસભા વિસ્તારના મળી પોલીસ જી.આર.ડી.હોમગાર્ડ તેમજ એસ.આર.ડીના 2500 કર્મચારીઓએ પોસ્ટલ મતદાન કર્યું..

    આગામી લોકસભા અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ બજાવનાર પોલીસ હોમગાર્ડ્ઝ તથા ગ્રામ રક્ષક દળના જવાનોનું પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું. હોમગાર્ડ જવાનો અને જીઆરડીના જવાનો પોતાના મતદાનથી વંચિત ન રહે તે માટે બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પોલીસકર્મીઓ, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો માટે બોટાદ સરકારી હાઈસ્કૂલમાં પોસ્ટલ બેટેલ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 646 જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

    આગામી લોકસભા ચૂંટણીને લઈને 23 બારડોલી લોકસભા બેઠક માટે પોસ્ટલ મતદાન યોજાયું હતું. કામરેજ તાલુકાના ઘલુડી પોલીસ હેડક્વાર્ટરમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ.. માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા આમ 5 વિધાનસભા વિસ્તારના પોલીસ જી.આર.ડી.હોમગાર્ડ તેમજ એસ.આર.ડીના 2500 કર્મચારીઓએ પોસ્ટલ મતદાન કર્યું.

    પોરબંદરમાં પણ લોકસભા બેઠકમાં ચૂંટણી ફરજ પરના પોલીસ કર્મીઓ, હોમગાર્ડ સહિતના કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યુ હતું. પોરબંદર પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોરબંદર જિલ્લાની બંન્ને વિધાનસભામાં ચૂંટણી કાર્યમાં ફરજ પર રહેલા પોલીસ કર્મીઓ,હોમગાર્ડ,એસઆરડી સહિતના જવાનોએ પોતાનો કિમતી મત બેલેટ પેપર દ્વારા આપ્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat lok sabha election 2019

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन