અમદાવાદના ઈસનપુરમાંથી નરકંકાલ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ. કેડિલા બ્રીજ પાસેના કોર્ટિયાડ એવલોન ફલેટ પાછળથી કંકાલ મળી આવતા અનેક સવાલો ઉભા થયા.
ઈસનપુરમાં આવેલ કેડિલા બ્રીજ પાસેના એક ફલેટની પાછળ નરકંકાલ મળી આવતા સ્થાનિકો ભેગા થઈ ગયા અને ચર્ચાએ પકડ્યું જોર.
કોના છે કંકાલ ? ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસે તપાસ કરી તેજ. જો કે સવાલ એ હતો કે...
કોના છે કંકાલ? ક્યાંથી આવ્યુ નરકંકાલ ? શુ કોઈ તાંત્રિક વિધી થઈ છે ? કે અન્ય કોઈ કારણ છે જવાબદાર
આ સવાલોના જવાબ મેળવવા પોલીસે એફએસએલને પણ બોલાવી અને ઘટના પાછળનું રહસ્ય જાણવા કાર્યવાહી શરુ કરી. જોકે પોલીસ સુત્રોનુ કહેવુ છે કે, જે જગ્યાએથી આ નરકંકાલ મળી આવ્યુ છે ત્યાં એક ડોકટર રહે છે અને તેમના ઘરનુ કામ ચાલે છે જેથી શ્ર્વાન દ્રારા આ નરકંકાલ ખેંચી લાવવામાં આવ્યુ હોઈ શકે. સવાલો અનેક છે પણ તેનો જવાબ ખરી તપાસ અને સત્યતા બાદ જ સામે આવશે.