ગોરખપુર #ઉત્તરપ્રદેશમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બલિયાના ફેફનાથી બસપા ઉમેદવાર અંબિકા ચૌધરીના પુત્રને પોલીસે સપા ઉમેદવાર સંગ્રામસિંહના ઘરમાં ઘુસીને મારપીટ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. સંગ્રામસિંહના પુત્રની ફરિયાદ પર પોલીસે આ કાર્યવાહી કરી છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં આજે સાત જિલ્લાની 49 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાન કેન્દ્રો પર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
છ્ઠા તબક્કાના મતદાનમાં કુલ 635 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે. 1.72 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરષે. આ તબક્કામાં મહારાજગંજ, કુશીનગર, ગોરખપુર, દેવરિયા, આજમગઢ, મઉ અને બલિયા જિલ્લામાં મતદાન થઇ રહ્યું છે. ગોરખપુર શહેર બેઠક પર સૌથી વધુ 23 તથા આજમગઢ અને ગોહના બેઠક પર સૌથી ઓછા સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.