Union
Budget 2023

Highlights

Home /News /gujarat /અમૂલ સાથે સંકળાયેલ પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10 નો વધારો

અમૂલ સાથે સંકળાયેલ પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10 નો વધારો

અમૂલનું દૂધ ફરી થશે મોંઘુ?

ખરીદ ભાવમાં આગામી 11 જૂનથી વધારો અમલી બનશે. હાલ પ્રતિકિલો ફેટ 730 રૂપિયા ચૂકવવામાં આવે છે. જે આગામી 11 જૂનથી 740 રૂપિયા થશે. જેને લઇ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા 2 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

    આણંદઃ અમૂલ (Amul) સાથે સંકળાયેલ પશુપાલકો માટે સારા સમાચાર છે. અમૂલ દ્વારા દૂધ (Amul Milk)ના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો છે. અગાઉ 1 કિલો ફેટના 730 પશુ પાલકોને અપાતા હતા હવે નવો ભાવ 740 કરાયો છે. ત્યાં જ ગાયના દૂધના 1 કિલો ફેટનો જૂનો ભાવ રૂપિયા 327 હતો, જેમાં 4.50નો વધારો કરાયો છે આથી ગાયના દૂધના 1 કિલો ફેટનો નવો ભાવ 331 કરાયો છે. આગામી 11 જૂનથી આ ભાવ વધારો લાગુ કરાશે. આ ભાવવધાકાનો સીધો ફાયદો આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા 2 લાખથી વધુ પશુપાલકોને થશે.

    કોરોનાકાળ બાદ દૂધના નાણા મેળવવા તકલીફ અનુભવતા પશુપાલકો માટે અચ્છે દિન આવી ગયા છે. આજે અમુલ દ્વારા પ્રતિકિલો ફેટ રૂપિયા 10 ના વધારાની જાહેરાત કરી છે. ત્યાં જ ગાયના દૂધના 1 કિલો ફેટનો જૂનો ભાવ રૂપિયા 327 હતો. 11 જૂનથી નવો ભાવ 331 કરાયો છે. ગાયના દૂધના કિલો ફેટે 4.50 ની વધારો કરાયો છે.

    આ પણ વાંચો- તું મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસિડ ફેંકીશ

    ખરીદ ભાવમાં આગામી 11 જૂનથી વધારો અમલી બનશે. હાલ પ્રતિકિલો ફેટ 730 રૂપિયા ચૂકવવામાં આવે છે. જે આગામી 11 જૂનથી 740 રૂપિયા થશે. જેને લઇ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા 2 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

    આ પણ વાંચો- પરીક્ષાના બે મહિના પહેલા પડી જતા માથામાં હેમરેજ થયું છતાં વિદ્યાર્થિનીએ ટૉપ કર્યુ

    સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને અમૂલના આ નિર્ણયથી પશુપાલકો ખુશ થઇ ગયા છે. ભેંસના દુધમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે. જેમાં ગાયના ફેટમાં કિલો ફેટે 4.50નો વધારો કરાયો છે. આ ભાવ વધારો 11 જૂન 2022થી લાગુ પડશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Amul milk price, Anand, Anand News, અમૂલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन