Home /News /gujarat /Ahmedabad: TRB જવાને એકતરફી પ્રેમમાં મહિલાનું જીવવું હરામ કર્યું, બે બાળકોને મારી નાંખવાની આપી ધમકી
Ahmedabad: TRB જવાને એકતરફી પ્રેમમાં મહિલાનું જીવવું હરામ કર્યું, બે બાળકોને મારી નાંખવાની આપી ધમકી
ટીઆરબી જવાને મહિલાને ધમકી આપી હતી કે, હું તને પ્રેમ કરું છું અને તું મારી સાથે વાત નહીં કરે તો તારા બંને દીકરાને મારી નાખીશ.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય યુવતી તેના પતિ તથા સંતાનો સાથે રહે છે. તેનો પતિ હીરાના કારખાનામાં નોકરી કરે છે. આજથી છ મહિના પહેલા આ યુવતી તેના પરિવાર સાથે સૈજપુર ટાવર પાસે રહેતી હતી. ત્યારે ત્યાં એક મકાનમાં લવ નામનો યુવક રહેતો હતો. એકાદ વર્ષ પહેલા યુવતીનો પતિ ઘરે ન હોય ત્યારે તેના ઘરે જઈ એક કાગળ ની ચીઠીમાં તેના મોબાઈલ નંબર લખી યુવતીને આપી ગયો હતો
ેઅમદાવાદ શહેર (Ahmedabad News)ના પૂર્વ વિસ્તારમાં એક ટીઆરબી જવાન (TRB jawan) સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તે પહેલા જ્યાં રહેતી હતી ત્યાં લવ નામનો એક શખ્સ રહેતો હતો અને તે એક તરફી પ્રેમ તેને કરતો હોવાથી પતિની ગેરહાજરીમાં ચિઠ્ઠીમાં એનો ફોન નંબર લખી આપી ગયો હતો અને બાદમાં ફોન ઉપર તથા whatsapp પર વાત કરવા દબાણ કરતો હતો. યુવતીએ અનેક વખત મનાઈ કરી હોવા છતાં પણ તે બાળકોને મારી નાખવાની ધમકી આપતો હતો. આખરે યુવતીએ આ બાબતોથી કંટાળી પરિવાર સાથે ઘર વેચી અન્ય જગ્યાએ રહેવા ગઈ હતી. તેમ છતાં પણ આ વખતે તેને હેરાન પરેશાન કરવાનું શરૂ રાખ્યું હતું અને બાદમાં પોતે ટીઆરબી જવાન છે પોલીસ તેનું કઈ કરી નહીં શકે તેવી ધમકી આપતાં મહિલાએ આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય યુવતી તેના પતિ તથા સંતાનો સાથે રહે છે. તેનો પતિ હીરાના કારખાનામાં નોકરી કરે છે. આજથી છ મહિના પહેલા આ યુવતી તેના પરિવાર સાથે સૈજપુર ટાવર પાસે રહેતી હતી. ત્યારે ત્યાં એક મકાનમાં લવ નામનો યુવક રહેતો હતો. એકાદ વર્ષ પહેલા યુવતીનો પતિ ઘરે ન હોય ત્યારે તેના ઘરે જઈ એક કાગળ ની ચીઠીમાં તેના મોબાઈલ નંબર લખી યુવતીને આપી ગયો હતો અને બાદમાં કહ્યું હતું કે આ નંબર ઉપર મને રોજ વાત કરજે. જેથી યુવતીએ ફોન પર વાત કરવાની ના પાડી હતી. ત્યારે તેના ઘરે જઈ ધમકી આપી હતી કે, હું તને પ્રેમ કરું છું અને તું મારી સાથે વાત નહીં કરે તો તારા બંને દીકરાને મારી નાખીશ અને પાછળનું પરિણામ ખરાબ આવશે તેવી ધમકી આપતા યુવતી ગભરાઇ ગઇ હતી. અને તેની સાથે રોજ ફોન ઉપર તથા whatsapp ઉપર વાત કરવાનું શરૂ કર્યું હતું.
યુવતીએ આ ધમકી બાબતે તેના પતિ તથા માતા-પિતાને વાત કરતાં તેઓ છ મહિના પહેલાં મકાન છોડીને જતા રહ્યા હતા. આ મકાન અન્ય વ્યક્તિને વેચી તેઓ પરિવાર સાથે બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. ત્યારે પણ આ લવ નામના યુવકે યુવતીનો પીછો કરી કહેતો હતો કે તું મારી સાથે વાત કેમ નથી કરતી? જેથી યુવતીએ વાત કરવાની મનાઈ કરી હતી અને એકાદ અઠવાડિયા પહેલા આ યુવતી સૈજપુર ટાવર ખાતે કામ માટે ગઈ હતી ત્યારે આ લવ તેને મળ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મેં મારી પત્નીને છૂટાછેડા આપી દીધા છે અને હું તને પ્રેમ કરું છું. જેથી યુવતીએ તું અહીંથી ચાલ્યો જા નહી તો હું પોલીસમાં ફોન કરી પોલીસ બોલાવીશ એવું કહેતા આ શખશે યુવતીના પતિને ગાળો આપી હતી અને કહેવા લાગ્યો હતો કે હું ટીઆરબીમાં નોકરી કરું છું અને પોલીસ મને ઓળખે છે અને મારૂ કોઈ કાંઈ બગાડી નહીં શકે. અગાઉ યુવતી સાથે whatsapp ઉપર વાતચીત કરી હતી તેના સ્ક્રીનશોટ ના ફોટા મારી પાસે છે તું મારી સાથે વાત નહીં કરે તો ને તને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપતા યુવતીએ આખરે કંટાળીને લવ પટેલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.