ગોધરા પરવડી પાસે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

ગોધરા- દાહોદ હાઇવે પર પરવડી પાસે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 10 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત પામ્યા છે.

ગોધરા- દાહોદ હાઇવે પર પરવડી પાસે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 10 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત પામ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ગોધરા# ગોધરા- દાહોદ હાઇવે પર પરવડી પાસે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 10 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે.

આજે સવારે ગોધરાના પરવડી ખાતે આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સ્કૂલ બસ શહેરમાંથી વિદ્યાર્થીઓને લઈને પરત પરવડી ખાતે સ્કૂલ પર પહોંચી રહી હતી, તે દરમિયાન ગોધરા- દાહોદ રોડ પર આવેલ પરવડી ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલી સ્કૂલ બસને ટ્રકે અડફેટે લીધી હતી.

અચાનક ટ્રકની અડફેટથી બસ પલ્ટી મારી ગઈ હતી. બસ પલ્ટી જતાં બસમાં બેઠેલા 10 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં એક વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચતા તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયો છે.

ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ સહિત સ્કૂલ સ્ટાફ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. હાઇવે પર લગાવવામાં આવેલ સીસીટીવી ફુટેજમાં ટ્રક ડ્રાઇવરની બેદરકારી સામે આવતા પોલીસ દ્વારા ફરાર ટ્રક ડ્રાઇવરને ઝડપવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, ગોધરા દાહોદ હાઇવે પર આવેલ પરવડી ચોકડી પાસે અવારનવાર અકસ્માતો સર્જાતા તે અકસ્માત ઝોન બની રહી છે. ત્યારે ત્યાં સાવચેતીના જરૂરી પગલાં લેવાય તેવી માંગ ઉઠવા પામી છે.
First published: